fbpx
ગુજરાત

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના બે વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક ખેતીમાં યોગદાન બદલ ઉજ્જૈનમાં એવોર્ડ

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ગામડાનાં છેવાડાનાં ખેડૂત સમાજ સુધી અદ્યતન–નવીનતમ કૃષિ તાંત્રિકી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યાં છે તેમજ ખેડૂતો સાથે સીધા સંપર્કમાં રહી ખેડૂતોને કૃષિ તાંત્રિકીઓથી પરિચિત અને જાગૃત કરવામાં દેશનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનું યોગદાન સરાહનીય રહ્યું છે ત્યારે નવસારી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પણ આ બાબતની કામગીરીમાં ઘણું પ્રસંશનીય કામગીરી કર્યું છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ફરજ બજાવતા વૈજ્ઞાનિકોનાં જ્ઞાનવર્ધન અને અપડેશન માટે નેશનલ લેવલનો ૩ દિવસીય સેમીનાર (૧૭થી ૧૯ ઓક્ટોબર) દરમિયાન ઉજજૈનમાં યોજાયો છે. આ કોન્ફરન્સમાં પ્રથમ દિવસે ઉદઘાટન કાર્યક્રમમાં નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના બે વૈજ્ઞાનિકો ડો. કિંજલ એ. શાહ, વૈજ્ઞાનિક (સસ્ય વિજ્ઞાન)ને મ્ીજં ઈટંીહર્જૈહ જીષ્ઠૈીહંૈજં છુટ્ઠઙ્ઘિ અને ડો. રશિમકાંત ગુર્જર, વૈજ્ઞાનિક (બાગાયત)ને તેઓને જિલ્લામાં કિચન ગાર્ડનિંગ, ડાંગરની અદ્યતન જાતોમાં ઘનિષ્ઠ નિદર્શન, જિલ્લામાં નવો ક્રોપ ઓફ હોપ કમલમ ફુટનાં નિદર્શનો અને પ્રાકૃતિક ખેતીનાં પ્રચાર અને પ્રસાર માટે તેઓએ કરેલી પ્રસંશનીય કામગીરી બદલ તેઓને ત્રીજા ભારતીય કૃષિમાં પ્રાકૃતિક, સેન્દ્રિય અને રાસાયણિક ખેતીની વર્તમાન પરિસ્થિતિ પર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઉજજૈન દ્વારા યોજાયેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટેનાં સેમીનારમાં એવોર્ડ એનાયત થયા હતા. જે બદલ કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન.એમ. ચૌહાણે બન્ને વૈજ્ઞાનિકોનાં કાર્યની સરાહના કરી તેઓએ અભિનંદન સહ શુભકામના પાઠવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/