fbpx
ગુજરાત

સુરતની લાજપોર જેલના કર્મચારીઓ ફરી હડતાળ પર, માગ સાથે કર્યાં સુત્રોચ્ચાર

આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ વગેરે વિવિધ ક્ષેત્ર સાથે જાેડાયેલા લોકો પોતાની માગ સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. લાજપોર મધ્યસ્થ જેલના કર્મચારીઓ એક દિવસની હડતાળ પર ઉતરીને સરકાર સામે પોતાની જાહેર સુરક્ષા પ્રોહત્સાહક પેકેજ આપવાની માગ મૂકી હતી. રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગના કેટલાક પડતર મુદ્દાઓને લઈને રજૂઆત કર્યા બાદ જાહેર સુરક્ષા પ્રોત્સાહક પેકેજની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ કર્મચારીઓ દ્વારા ગ્રેડની માગ હતી. પરંતુ સરકારે પ્રોત્સાહક પેકેજની જાહેરાત કરીને પોલીસ કર્મચારીઓને કેટલાક લાભ આપ્યા છે. જાેકે આ જાહેરાતમાંથી લાજપોર મધ્યસ્થ જેલના કર્મચારીઓને બાકાત રાખવામાં આવ્યા છે.

જેને લઈને કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે. થોડા દિવસ અગાઉ પણ જેલ કર્મચારીઓએ પોતાની માગ સાથે હડતાળ કરી હતી. પરંતુ તેમની માગ હજી સુધી સંતોષાય નથી. જ્યાં સ્ટાફના કર્મચારીઓ સાથે તેમના પરિવારમાં પતિ પત્ની અને બાળકો પણ લાજપોર જેલ ખાતે એકત્રિત થઈને હડતાલમાં સમર્થન આપ્યું હતું. પરંતુ ત્યારબાદ પણ જેલ કર્મચારીઓની રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા સ્વીકારવામાં ન આવતા આજે ફરી એકવાર હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. કર્મચારીઓને આશા છે કે ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા તેમનો હક આપવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/