fbpx
ગુજરાત

વડોદરામાં ટ્રેક્ટરચાલકે વિદ્યાર્થિનીને લીધી અડફેટે, માથામાં ગંભીર ઈજાથી સારવાર દરમિયાન મોત

વડોદરા શહેરના કારેલીબાગ વુડા સર્કલ પાસે ૩ દિવસ પહેલાં ટ્રેક્ટરની અડફેટે સાઇકલસવાર વિદ્યાર્થિની આવી જતાં માથા સહિત શરીરના અન્ય ભાગમાં ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. જાેકે ૩ દિવસ મોત સામે લડ્યા બાદ વિદ્યાર્થિની હારી ગઈ હતી. સવારે વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. ધો.૧૧માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પરીક્ષા આપીને પરત ઘરે જઇ રહી હતી. એ સમયે પૂરપાટ પસાર થઈ રહેલા ટ્રેક્ટરચાલકે અડફેટે લેતાં આ ઘટના બની હતી. વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતી ખુશી રાજપૂત (ઉં.વ.૧૬) કારેલીબાગમાં આવેલી શ્રીક્રૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં અભ્યાસ કરે છે.

બપોરે તે પરીક્ષા આપીને પોતાની સાઇકલ લઇને ઘર તરફ જઇ રહી હતી. એ દરમિયાન કારેલીબાગ વુડા સર્કલ પાસે પૂરપાટ પસાર થઈ રહેલા ટ્રેક્ટરની અડફેટમાં આવી ગઇ હતી. આ ઘટના બનતાં જ સ્થાનિક લોકો ટોળે વળી ગયા હતા અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. ટ્રેક્ટરની અડફેટે આવી ગયેલી વિદ્યાર્થિનીની સાઇકલ ટ્રેક્ટરનાં તોતિંગ પૈડાં નીચે આવી જતાં સાઇકલનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને વિદ્યાર્થિની રોડ પર પટકાવવાના કારણે તેને માથામાં અને શરીરના અન્ય ભાગમાં ઇજાઓ પહોંચી હતી. સ્થળ પર લોહીના ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં.

આ ઘટના બનતાં ટ્રેક્ટરચાલક સ્થળ છોડી ફરાર થઇ ગયો હતો, જેને પગલે સ્થાનિક લોકોએ ભારે રોષ ભભૂકી ઊઠ્‌યો હતો. સામાજિક કાર્યકર કમલેશભાઇ પરમારે જણાવ્યું હતું કે કારેલીબાગ વુડા સર્કલ પાસે અવારનવાર અકસ્માતના બનાવો બને છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા વુડા સર્કલ પાસે અકસ્માતો પર નિયંત્રણ આવે એવા કાર્યવાહી કરવા માટે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરિણામે, અવારનવાર વુડા સર્કલ પાસે જીવલેણ અકસ્માતોની ઘટનાઓ બને છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/