fbpx
ગુજરાત

વડોદરાના ભેજાબાજે ખાતું સાફ કરી દેતા યુવાનનો આપઘાતનો પ્રયાસ

સામે દીવાળીએ વડોદરાના સાવલી તાલુકાના નવા રાધનપુર ગામમાં રહેતા યુવાનને એસ.બી.આઇ. બેંકનો અધિકારી બોલું છું. તમારું ક્રેડીટ કાર્ડ બંધ થવાનું છે. આધાર કાર્ડના આગળ-પાછળના ફોટો વોટ્‌સ્એપ ઉપર મગાવી, ઓટીપી મગાવી રૂપિયા ૩૧૯૦૦ની ઓનલાઇન છેતરપિંડી કરી હતી. સામે દીવાળીએ છેતરપિંડીનો ભોગ બનેલા યુવાનને ભારે દુઃખ થતાં તેણે ઝેરી દવા ગટગટાવી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સાવલી તાલુકાના નવા રાધણપુર ગામમાં હરેશભાઇ રયજીભાઇ મકવાણા (ઉં.વ.૩૮) પરિવાર સાથે રહે છે. તાજેતરમાં તેના ફોન ઉપર એસ.બી.આઇ. બેંકમાંથી અધિકારી રવિ મિશ્રા બોલું છું.

તમારું ક્રેડીટ કાર્ડ બંધ થવાનું છે. કાર્ડ ચાલુ રાખવું હોય તો આધાર કાર્ડના આગળના અને પાછળના ફોટો વોટ્‌સએપ ઉપર મોકલો. હરેશભાઇ મકવાણાએ વિશ્વાસ રાખીને પોતાના આધાર કાર્ડનો આગળનો અને પાછળનો ફોટો વોટ્‌સ એપ ઉપર રવિ મિશ્રાને મોકલ્યો હતો. આધારા કાર્ડના ફોટા મોકલાવ્યા બાદ રવિ મિશ્રા નામના સાઇબર ઠગે હરેશભાઇ મકવાણા પાસે ઓ.ટી.પી. મંગાવ્યો હતો. ઠગ પાસે ઓ.ટી.પી. આવી જતાં તેણે, હરેશ મકવાણાના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ૩૧,૯૦૦ ઓન લાઇન ટ્રાન્સફર પોતાના એકાઉન્ટમાં કરી લીધા હતા. દરમિયાન આ હરેશભાઇને પોતે છેતરાયા હોવાની જાણ થતાં, નાસીપાસ થઇ ગયા હતા. અને ઝેરી દવા ગટગટાવી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવે સાવલી પંથકમાં ચકચાર જગાવી મૂકી હતી. આપઘાતનો પ્રયાસ કરી લેનાર હરેશ મકવાણાને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તે સીધો સાવલી પોલીસ મથકમાં પહોંચ્યો હતો. અને રવિ મિશ્રા નામના સાઇબર ઠગ, જે એકાઉન્ટમાં પોતાના એન્કાઉનમાંથી ૩૧૯૦૦ જમા તે ખાતા ધારક સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી. સાવલી પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ બનાવની વધુ તપાસ ઇન્ચાર્જ સર્કલ પી.આઇ. એમ.આર. ચૌધરી કરી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/