fbpx
ગુજરાત

વડોદરા ભાયલીમાં જુગારના અડ્ડા પર એલસીબીની રેડ, ૧૩ ઝડપાયા, ૩.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા નજીક ભાયલી ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા જુગાર ખાના પર વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડીને ૧૩ જુગારીયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂપિયા ૨૪ હજાર રોકડ તેમજ બાઇક અને મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા ૩.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભાયલી ગામમાં એલસીબી એ દરોડો પાડતા જુગારીયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. જાેકે, પોલીસ દ્વારા આયોજનબદ્ધ કોર્ડન કરી લેતા જુગારીયાઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા ન હતા. વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ નરેશકુમાર અને અજયસિંહને માહિતી મળી હતી કે, ભાયલી ગામમાં જુના બાવડીયાવગામાં જયેશ જેસીંગભાઇ પઢીયારના ઘરની પાછળ જુગારખાનું ચાલે છે. જેના આધારે એલસીબી પી.આઇ. કૃણાલ પટેલના માર્ગદર્શન હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો. એલસીબી સ્ટાફે દરોડો પાડતા જ જુગાર રમવામાં મગ્ન જુગારીયાઓનો પોલીસને જાેઇ પરસેવો છૂટી ગયો હતો.

જુગારીયાઓએ સ્થળ પરથી નાસી છૂટવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે જુગારીયાઓને આયોજનબદ્ધ ચારેબાજુથી ઘેરી લીધા હોવાથી જુગારીયાઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા ન હતા. પોલીસે જુગારના દાવ ઉપરથી રૂપિયા ૭,૫૮૦, અંગઝડતીમાં રૂપિયા ૧૭,૦૦૦, ૧૨ મોબાઇલ ફોન અને ૮ બાઇક મળી કુલ રૂપિયા ૩,૩૦,૫૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબીએ દરોડો પાડી ૧૩ જુગારીયાઓને ઝડપી પાડતા ચકચાર મચી ગઇ હતી. વડોદરા તાલુકા પોલીસની હદમાં આવતા ભાયલી ગામમાં ચાલતું જુગાર ખાનું એલસીબીએ ઝડપી પાડતા તાલુકા પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. એથી વધારે ભાયલી બીટની પોલીસ પણ ઉંઘતી ઝડપાઈ હતી.

પોલીસે ઝડપી પાડેલા જુગારીઆઓમાં સચીન વિનાયક લીંબાડકર (રહે. નવી પોલીસ લાઇન પાછળ, અકોટા), નિલેશ શંકર મોરે (રહે. ગુ.હા. બોર્ડ, બ્લોક ૧૯ રૂમ નંબર-૧૯૫, અકોટા), મહેશ ઉર્ફ ભયલુ લાલજી પરમાર (રહે. ભાયલી ગામ), જીતેષ ઉમેદીલાલ અગ્રવાલ (રહે. શ્રીજીધામ સોસાયટી, વાસણા રોડ), વિકાસ શંકર પટેલ (રહે. ૬૪, રાજીવનગર-૨, દીવાળીપુરા), ચેતન રાજેશ પોર્ટે (રહે. ગુ.હા. બોર્ડ, બ્લોક-૧૯, મકાન નંબર-૧૯૪, અકોટા પોલીસ લાઇન સામે), જયેશ જેસીંગ પઢીયાર (રહે. જુનીબાવરી, ભાયલી), નરસિંહ ઉમેદીલાલ અગ્રવાલ (રહે. એફ-૧૩૬, સાંઇનાથ સોસાયટી, વાસણા રોડ), જયેશ જયંતી પરમાર (રહે. રાવની ખડકી સામે, તાંદલજા), રણજીત જગદીશ વસાવા (રહે. ભાયલી), અનિકેત દિનેશ રાય (રહે. ૮૭૬, ગોકુળનગર ગોત્રી), અનિલ નટુ પરમાર (રેહ. બી-જીએફ-૦૧, વિરામ ફ્લેટ, સમીયાલા) અને સંજય ડાહ્યાભાઇ રાઠોડ (રહે. જુનીબાવરી,

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/