fbpx
ગુજરાત

વીસીએ હુકમ કર્યો હોવા છતાં પરિણામ આપ્યા વિના તમામ અધિકારીઓ વેકેશન પર

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષના પરિણામો દિવાળી પહેલા જાહેર કરવાની સૂચના હોવા છતાં જાહેર ના કરવામાં આવ્યા નથી. વીસીએ પરીક્ષા વિભાગ, ટેબ્યુલેટર, કમ્પ્યુટર સેન્ટરના અધિકારીઓ સાથે બેઠક કરીને દિવાળી પહેલાં પરિણામ આપી દેવાની સૂચના આપી હતી. જાે કે હવે તેઓ ફોન પણ ઉપાડતાં ના હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષના પરિણામો જાહેર કરવા માટે વીસી દ્વારા બેઠક બોલાવીને તમામ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. પરિણામો જાહેર કરી શકાય તે માટે દિવાળીની અગાળની રજાઓમાં પણ કામ કરવા માટેની સૂચનાઓ આપી હતી. જાેકે તેમ છતાં તમામ લોકો દિવાળી વેકેશનના મુડમાં આવી ગયા હતા અને પરિણામો જાહેર કરવાની કામગીરી પ્રત્યે ધ્યાન આપ્યું ના હતું. વીસીનો આદેશ હોવા છતાં તે ઘોળીને પી ગયા હતા. કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષની પરીક્ષા ૩ મહિના પહેલા લેવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી પરિણામો જાહેર થયાં નથી. જેને પગલે વિદ્યાર્થીઓ દ્વારા અનેક વખત રજૂઆતો કરી હતી. જાેકે તેમ છતાં પરીક્ષા વિભાગ અને નવા એકઝામ પોર્ટલના વાંકે પરિણામો જાહેર કરી શકાયા નથી. કોમર્સ ફેકલ્ટીનું તંત્ર કથળેલું હોવાની અનેક ફરીયાદોના પગલે આખરે વીસીએ અધિકારીઓ સાથે બેઠક કરીને દિવાળી પહેલા પરિણામો જાહેર કરવામાં આવે તેવી સૂચના આપી હતી. વેકેશનના મુડમાં આવેલા કર્મચારીઓ અને અધિકારીઓએ પરિણામો તૈયાર કરવાની કાર્યવાહી કરી ના હતી. જેના કારણે હવે દિવાળી વેકેશન બાદ જ પરિણામો જાહેર થશે. કોમર્સના કથળેલા વહીવટ સામે ફરીયાદો હોવા છતાં વીસી કાર્યવાહી કરતા નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/