fbpx
ગુજરાત

દિવાળીના દિવસોમાં રાણકીવાવની ૨૫ હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકત લીધી

પાટણની વર્લ્ડ હેરીટેજ રાણકીવાવામાં દિવાળીના તહેવારમા સહેલાણીઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઊમટી રહયા છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રાણકીવાવા અને સહસત્રલીંગ તળાવની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે કેટલાક પ્રવાસીઓ પરીવાર સાથે રાણકીવાવમાં યાદગીરી માટે સેલ્ફી લેતા નજરે પડયા હતા. દિવાળીના તહેવારોમાં વર્લ્ડ હેરિટેજ પાટણની રાણકીવાવને નિહાળવા માટે પર્યટકો ઉમટી પડતા રાણકીવાવ સંકુલ પર્યટકોથી ઉભરાઇ ગયુ હતું .છેલ્લા ત્રણ દિવસમાં ભારતીય અને વિદેશ પ્રવાસીઓએ રાણકીવાવ અને સહસ્ત્રલીગ તળાવની મુલાકાત લઇ રહ્યા છે . છેલ્લા ત્રણ દિવસમાં ૨૫ હજાર જેટલા ભારતીય અને વિદેશી પ્રવાસીઓએ રાણીની વાવને નિહાળી હતી . ત્યારે કેટલાક પ્રવાસીઓ પરીવાર સાથેની યાદગીરી માટે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા . હજું આગામી દિવસોમાં પર્યાટકોનો ધસારો વધશે તેવું રાણકી વાવના સૂત્રો એ જણાવ્યું હતું. અમદાવાદથી પરિવાર સાથે આવેલ પ્રવાસી કેતના ભાવસાર જણાવ્યું હતું કે, રાણકીવાવની વર્ષો જુની પ્રતિમા દેખીને બહુ આનંદ આવ્યો હતો.

અંકિત કોઠારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી અમે દિવાળી માં ફરવા માટે બહાર જતા હતા ત્યારે રાણકી વાવ જાેઈ બહુ આનંદ આવ્યો છે અને એવું લાગે છે હવે ગુજરાત માં જ ફરવું જાેઈએ. પાટણની આ ઐતિહાસિક વાવ ગુજરાતનું ગૌરવવંતુ આભૂષણ છે . તેનો યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ કરાયો છે . ભારત સરકાર દ્વારા ૧૦૦ની ચલણી નોટ પર મૂકી છે .અણહિલપુર પાટણનાં રાણી ઉદયમતીએ રાજા ભીમદેવની યાદમાં બંધાવેલી આ વાવ તેમના રાજા પ્રત્યેના અમરપ્રેમનું પ્રતીક છે . તેને તળપદી ભાષામાં ‘ રાણકીવાવ ‘ કહે છે. અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જૂનાગઢના રાજા રાખેંગારના પુત્રી રાણી ઉદયમતીએ ૧૧ મી સદીમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા આ વાવનું નિર્માશ કરાવ્યું હતું . કાળક્રમે સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય કારણસર આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી .

પરંતુ , ૨૦ મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ રાણકીવાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઈ.સ. ૧૯૬૮ માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ખોદકામ શરૂ કર્યું . ઇતિહાસના પાને નોંધાયેલી હકીકત અનુસાર રાજા ભીમદેવ પ્રત્યેના અસીમ અને અમીટ પ્રેમને રાણી ઉદયમતીએ વાવ સ્વરૂપે પોતાના પ્રેમને અમર બનાવ્યો હતો . એક સહસ્ત્ર કરતાં પણ વધારે વર્ષ પુરાણી વાવ સોલંકીકાળના સ્થાપત્યો અને વાવ – સરોવરોનો એક કલાત્મક પુરાવો છે . ઈતિહાસમાં નોંધાયેલી હકીકત અનુસાર પાટણમાં સોંલકીયુગના શાસનકાળમાં રાજાઓએ અહિલવાડ એટલે કે પાટણની આસપાસના પ્રદેશમાં ૭૨૨૪ જેટલી વાવો તેમજ ૫૧૨૫ જેટલાં તળાવોનું નિર્માણ કરાવ્યું હતું . જેમાં રાણીની વાવ રાજધરાનાના ઉપયોગની મિલક્ત ગણાતી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/