fbpx
ગુજરાત

૪૧ સેક્શન ઓફિસરોને ઉપસચિવ, ૨૭ ઉપસચિવોને નાયબ સચિવ તરીકે થયું પ્રમોશન

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા સિનિયર આઇપીએસ અધિકારીઓની બાકી હોવાને કારણે ચૂંટણી પંચ દ્વારા નારાજગી વ્યક્ત કરીને ડીજીપી આશિષ ભાટિયા પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૧૭ સિનિયર આઇપીએસની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. હવે વિધાનસભાની ચૂંટણી પહેલાં જ શુક્રવારે અડધી રાત્રે સચિવોની બદલીઓના આદેશ કરવામાં આવ્યાં છે. જેમાં ૧ સેક્શન ઓફિસરની ઉપ-સચિવ તરીકે બઢતી સાથે બદલી, ૨૭ ઉપ-સચિવની નાયબ સચિવ તરીકે બઢતી સાથે બદલી, ૯ નાયબ સચિવની પણ બદલી કરી દેવામાં આવી છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સંયુક્ત સચિવ ડી.બી. પરમારની અધિક સચિવ તરીકે બઢતી આપીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં નિયુક્તિ આપવામાં આવી છે. જિલ્લા પંચાયત રાજકોટના ડો.નિલેશ પી. શાહને વડોદરાના પાદરામાં વિભાગીય તાલીમ કેન્દ્રમાં એસોસીએટ પ્રોફેસર તરીકેની જવાબદારી સોંપાઈ છે.

આ ઉપરાંત જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (ઝ્રડ્ઢૐર્ં)ઓમાં પોરબંદરના ડો.કવિતા જે. દવેને મોરબી, બનાસકાંઠા પાલનપુરના ડો.એસ.એમ. દવેને પોરબંદર, અમરેલીના ડો. જયેશ એચ. પટેલને બનાસકાંઠા પાલનપુર, ગીર સોમનાથના ડો.એચ. એચ. ભાયાને જામનગર, બોટાદના ડો.રાજેન્દ્ર રંગુનવાલાને નવસારી, કચ્છ ભુજના ડો.જનકકુમાર માઢકને નર્મદા, અને સુરતના ડો. હસમુખ જે. ચૌધરીને કચ્છ ભુજ, મોરબીના ડો.જે.એમ. કતિરાને અમરેલી મુકવામાં આવ્યા છે.દેવભૂમિ દ્વારકાના ડો.આર.આર. ફીનાવકરને વડોદરામાં વિભાગીય નાયબ નિયામક કચેરીમાં મદદનીશ નિયામક તરીકે જવાબદારી મળી છે. એસટીના વિભાગીય નિયામક, ડેપો મેનેજર, ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રીટેન્ડન્ટ સહિત ૧૨૦ની બદલી અને ૧૧ ને પ્રમોશન અપાયા છે. રાજકોટના ઇન્ચાર્જ વિભાગીય નિયામક જે. બી. કરોતરાને ડિવિઝનલ ટ્રાફિક ઓફિસરમાંથી સિનિયર ડિવિઝનલ ટ્રાફિક ઓફિસરનું પ્રમોશન મળ્યું છે. રાજકોટના ડેપો મેનેજર એન. બી. વરમોરાની માંડવી બદલી થઈ છે.

જ્યારે વાંકાનેરના મહિલા અધિકારી કે. એમ. ભટ્ટ રાજકોટના ડેપો મેનેજર બન્યા છે. જામનગરના વિભાગીય નિયામક પી. એમ. પટેલ નરોડામાં મધ્યસ્થ યંત્રાલયમાં નાયબ યંત્રાલય વ્યવસ્થાપક બન્યા છે.જૂનાગઢના વિભાગીય નિયામક જી. ઓ. શાહ મધ્યસ્થ કચેરીમાં ખરીદ નિયામક તો ભાવનગરના વિભાગીય નિયામક એમ. ડી. શુક્લ ની મધ્યસ્થ કચેરીમાં યાંત્રિક ખાતામાં બદલી કરાઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં અધિકારીઓની બદલીઓનો દૌર શરૂ થયો છે.

તાજેતરમાં જ ચૂંટણીપંચે આદેશ કરતાં હવે રાજ્ય સરકારે ૬ ૈંઁજી સાથે ૫૧ અધિકારીની બદલી કરવાનો નિર્દેશે કર્યો હતો. કેન્દ્રીય ચૂંટણીપંચે અમદાવાદ અને સુરતમાં ફરજ બજાવતા ૬ વરિષ્ઠ ૈંઁજી અધિકારીનો સમાવેશ કરતાં ૫૧ અધિકારીની બદલીનો અમલ કરવા રિપોર્ટ માગવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે હાલમાં જ ૯૦ જેટલા અધિકારીઓની બદલીઓ કરી હોવા છતાંય ચૂંટણીપંચે પોતાના હોમ ડિસ્ટ્રિક્ટમાં ફરજ બજાવતા તેમજ એક જ જિલ્લામાં ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા અધિકારીઓની ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ બદલીનો ઓર્ડર થયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/