fbpx
ગુજરાત

સુરતમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશીલી સીરપ અને ટેબ્લેટ વેચનાર મેડિકલ સંચાલક ઝડપાયો

સુરતમાં મેડિકલ સ્ટોર ઉપર ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપ કોડીન અને ટેબ્લેટ ટ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ થતું હોવાની પોલીસને ફરિયાદ મળી હતી. જેના આધારે એસઓજી એ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડા પાડ્યા હતા. એટલું જ નહીં પણ નશો કરવા માટે ઉપયોગમા લેવાતી અલ્પાઝોલમ, ટ્રામાડોલ ટેબલેટ/કેપ્સ્યુલ નંગ-૩૬ટી અને નશાકારક કોર્ડન સિરપ બોટલ નંગ-૧૬ સાથે મેડિકલ પરથી એક સંચાલકને ઝડપી પાડ્યો હતો. છેલ્લા ઘણા સમયથી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ/સીરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવામાં આવી રહી હતી. આ અભિયાનમાં પોલીસને પુણા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ પ્રિસ્ક્રીપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળી હતી.બાતમીના આધારે એસ.ઓ.જી,ના અધિકારીઓએ ફુડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટર સંજયભાઈ સાવલીયાને સાથે રાખ્યાં હતાં.

ત્યારબાદ પર્વતગામ પ્રમુખ ડોક્ટર હાઉસમાં આવેલ બ્લૂમુખ મેડિકલ” નામના મેડિકલ સ્ટોર ”ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલી કોઇ પણ જાતના ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુક્ત દવા(ડ્રગ્સ) નું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર ઉપરથી કર્યું હતું. પોલીસની ટીમ અને ફુડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા તેના મેડિકલ સ્ટોર ઉપર રેઇડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી ટેબલેટો સીરપ જેવી કે, ટ્રામાડોલ તથા સીરપ કોર્ડન, કોડી ક્યોર ટૉરેક્ષ, કોડીસ્ટાર વિગેરેનો જથ્થો મળી આવ્યો હતો. જેથી મેડિકલ સ્ટોર પર હાજર સંચાલકને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મેડિકલ સ્ટોરના સંચાલક સ્વરૂપ દલારામ દેવાસી ઉ.વ.૨૧ રહે. ઘર નંબર-૬૯ લક્ષ્મીનગર રેણુકાભવન પાસે વરાછા સુરત મુળ રહે. માલપુરીયા જિ પાલી રાજસ્થાનનો વ્રતની હોવાનું સામે આવ્યું હતું.

સ્વરૂપ દેલાસીના મેડિકલ સ્ટોર પરથી નશો કરવા માટે ઉપયોગમા લેવાતી અલ્પાઝોલમ, ટ્રામાડોલ ટેબલેટ/કેપ્સ્યુલ નંગ-૩૬ટી, નશાકારક કોર્ડન સિરપ બોટલ નંગ-૧૬ ને પકડી પાડવામાં આવ્યો હતો. મેડિકલ સ્ટોરમાંથી મળી આવેલા અને પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી ટેબલેટ તથા સીરપના જથ્થા બાબતે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ તપાસ દરમ્યાન ગેરકાયદેસર જણાય આવેલા મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં આવેલા તમામ મેડિકલ સ્ટોર તેમજ દવાઓના હોલસેલ ડ્રિસ્ટીબ્યુટરો કાયદેસર રીતે દવાઓના જથ્થાનુ વેચાણ નિયમોનુસાર કરે છે કે કેમ?

તે ચકાસણી કરવા ટ્રેપ ગોઠવવામાં આવશે અને સુરત શહેર પોલીસ પોતાની સાથે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ સામેલ કરી નશા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી દવાઓ વગર પ્રિસ્ક્રીપ્શને વેચાણ કરતા હોય તેવા તમામ મેડિકલ સ્ટોર તથા દવાઓના હોલસેલ ડ્રિસ્ટીબ્યુટરો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. એસઓજી એ જણાવ્યું હતું કે, આવા ડ્રગ્સનો ઉપયોગ ખાસ કરીને ગુનેગારો ગુનો આચરતા પૂર્વે કરતા હોય તથા યુવાધન આવી ગોળી તથા સીરપનુ સેવન કરીને નશાખોરીના રવાડે ચડતા હોય જેથી આવા મેડિકલ સ્ટોર શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાર્યવાહી ઉચ્ચ અધિકારીઓ દ્વારા આદેશ મળતા જ મુહિમ હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/