fbpx
ગુજરાત

ડાંગમાં ચૂંટણીમાં શાંતિનો માહોલ જાળવવાં ફ્લેગ માર્ચનું આયોજન

મે.પોલીસ અધિક્ષક, આહવા-ડાંગ સહિત લોકોના માર્ગદર્શનથી અને નાયબ પોલીસ અધિક્ષક, આહવા વિભાગ તથા નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) નાઓની સુચનાથી ડાંગ જિલ્લાના તમામ પો.સ્ટે વિસ્તારમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ની લોકોમાં જાગૃતિ રહે તેમજ ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાને લગત કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લાની બોર્ડર ઉપર પેરામિલિટરીના જવાનોને સાથે રાખી નાકા પોઇન્ટની ગોઠવણી કરી ગેરકાયદેસર થતી પ્રવૃત્તિ ડામવા અસરકારક કામગીરી કરવામાં આવે છે. તેમજ અલગ અલગ ગામોમાં પેરામિલિટરી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચની કામગીરી કરવામાં આવે છે.

તથા જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં એરીયા ડૉમીનેશનની કામગીરી કરવામાં આવે છે. ડાંગના જિલ્લાના મે.પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા ગુજરાત રાજ્ય વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ના અનુસંધાને, રાજ્ય ચૂંટણી કમિશન દ્વારા ગુજરાત રાજ્યમાં થનારી ચૂંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં સંપન્ન થાય અને રાજ્યમાં ચૂંટણી સમય દરમિયાન શાંતિનો માહોલ જળવાઇ રહે તે માટે રાજ્યમાં આપેલી પેરામિલિટરી ફોર્સ સાથે આહવા-ડાંગ જિલ્લાને સી.આર.પી.એફ.ની ચાર કંપનીઓ ફાળવવામાં આવી છે. ડાંગ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ ખૂબજ પારદર્શક રીતે સંપન્ન થશે અને મતદાતાઓ નીડર થઈ પોતાના મતના અધિકારનો ઉપયોગ કરશે તેવો જિલ્લા પોલીસ વડા દ્વારા વિશ્વાસ આપવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/