fbpx
ગુજરાત

સરકારે ચૂંટણીની જાહેરાત પહેલાં હોમગાર્ડ-જીઆરડી જવાનોનો પગાર વધારો કર્યો

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર થાય તેના પહેલા રાજ્ય સરકાર દ્વારા હોમગાર્ડ અને જીઆરડી જવાનો માટે મહત્વનો ર્નિણય કરાયો છે. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવો પગાર વધારો જાહેર કર્યો છે. હોમગાર્ડ જવાનો અને જીઆરડી જવાનોના દૈનિક ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે હવેથી હોમગાર્ડ જવાનોને ૩૦૦ રૂપિયાના બદલે ૪૫૦ રૂપિયા મળશે. જેથી ૧૫૦ રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે. તો જીઆરડી જવાનોને ૨૦૦ રૂપિયાની બદલે હવે ૩૦૦ રૂપિયા આપવામાં આવશે. જેથી હોમગાર્ડ જવાનો અને જીઆરડી જવાનોમાં ખુશી જાેવા મળી રહી છે. ત્યારે મહીસાગર જિલ્લાના ૧૪૩૬ હોમગાર્ડ અને ૮૦૦થી વધુ જીઆરડી જવાનોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો અને જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ફટાકડા ફોડીને જવાનો દ્વારા ખુશી મનાવવામાં આવી હતી.

જ્યારે વગર આંદોલને હોમગાર્ડ અને જીઆરડી જવાનનો પગાર વધારો કરાતા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ભૂમિરાજસિંહ સોલંકી દ્વારા સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તારીખ ૧ નવેમ્બર, ૨૦૨૨થી હોમગાર્ડ અને જીઆરડીના જવાનોનો પગાર વધારો લાગુ પડશે. ત્યારે આ અંગેની જાહેરાત કરતાં રાજ્ય સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જીઆરડી અને હોમગાર્ડના જવાનો માટે આજનો દિવસ દિવાળી જેવો બન્યો છે. હોમગાર્ડના જવાનોને પ્રતિદિન ૩૦૦ ના બદલે ૪૫૦ રૂપિયા મળશે, સાથે જીઆરડી જવાનોને અત્યારના ૨૦૦ રૂપિયાની બદલે ૩૦૦ રૂપિયા મળશે. માનદ વેતન સુધારાની અમલવારી ૧ નવેમ્બર ૨૦૨૨થી ગણવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/