fbpx
ગુજરાત

અમદાવાદમાં યુવકને પ્રેમજાળમાં ફસાવી યુવતીએ ૧૬ લાખ પડાવ્યા

અમરાઇવાડીના યુવકને લગ્ન પસંદગીની વેબસાઇટ પર રાજકોટની વિધવા મહિલાએ લગ્નની લાલચ આપી રૂ.૧૬.૫૦ લાખ પડાવ્યા બાદ બીજા રૂ.૧૦ લાખની માગણી કરી, નહીં આપે તો ખોટા કેસમાં ફસાવવા અને જાનથી માર?વાની ધમકી આપી હતી. આ અંગે યુવકે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ઉર્વી શુકલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અમરાઇવાડીમાં રહેતા નેહલ ઠાકરને ગુજરાત મેટ્રોમની નામની લગ્ન પસંદગીની વેબસાઇટ પર રાજકોટની વિધવા મહિલા ઉર્વી શુકલ સાથે સંપર્ક થતા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. દરમિયાન બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

ઉર્વીએ નેહલ પાસે આર્થિક મદદ પેટે રૂ.?૧૬.૫૦ લાખ લીધા હતા. ત્યારબાદ ઉર્વીએ ફરીથી નેહલ પાસે રૂ.૧૦ લાખની માગ કરતા નેહલે લગ્ન બાદ મદદ કરવા કહ્યું હતું, પરંતુ ઉર્વીએ લગ્નની ના પાડી હતી. નેહલે પૈસા માગતા ઉર્વીએ પૈસા પાછા નહીં આપી સુસાઇડ કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. રૂ.૧૦ લાખની માગ કરી જાનથી મારવાની ધમકી આપી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/