fbpx
ગુજરાત

ડભોઇના ખાંડિયા કુવા નજીકથી બાઇક પર દારૂ સાથે બે ઝડપાયા

ડભોઇ પી.આઇ. એસ.જે. વાઘેલાને બાતમી મળેલ કે સંખેડા તરફથી કરનેટ રહી ડભોઇ તરફે મોટર સાઇકલ પર વિમલના ત્રણ થેલામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને બે ઈસમો આવી રહ્યા છે. જે બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડયા હતા. ડભોઇ પોલીસમાંથી મળતી માહિતી મુજબ પી.આઇ. એસ.જે. વાઘેલાને બાતમી મળેલ કે સંખેડા તરફથી સાઈન મોટર સાઇકલ પર બે ઈસમો વિમલ ગુટખાના ત્રણ થેલામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ડભોઇ તરફે આવી રહ્યા છે.

જેથી પી.એસ.આઇ. એ.એમ. કામળીયાને બાતમી મુજબ કામગીરીની સૂચના આપતા પોલીસ જવાનોને સાથે રાખી નર્મદા કેનાલ પર ખાંડિયા કુવા ગામ પાસે વોચ રાખી ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ ઈસમોના નામઠામ પૂછતા તેઓએ પોતાના નામ સુનીલ ગોમાંભાઈ વસાવા અને મનોજ જયંતીભાઈ વસાવા બંને રહે. નર્મદા વસાહત ડભોઇના હોવાનું જણાવ્યું હતું. તેઓની પાસેના થેલામાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો નંગ – ૩૮૪ કી.રૂ. ૪૦૭૫૨ તેમજ મોટર સાઇકલની કી.રૂ. ૬૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૧,૦૦૭૫૨ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/