fbpx
ગુજરાત

ખંધા રાજકારણી મોહનસિંહ રાઠવાએ ભાજપનો ખેસ પહેર્યો

ગુજરાત વિધાનસભાના સિનિયર ધારાસભ્ય અને જાયન્ટ કિલર એવા મોહનસિંહ રાઠવાએ પોતાના રાજકીય જીવન દરમિયાન પાટલી બદલવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે. તેઓએ રાજકીય જીવન દરમિયાન છ છ પાર્ટી બદલીને જીવનના અંતિમ ચરણમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. મોહનસિંહ રાઠવાએ ૧૯૭૨ થી વિધાનસભા ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી અને સંસ્થા કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પ્રથમવાર વિધાનસભામાં પ્રવેશ મેળવીને રાજકીય સફરની શરૂઆત કરી હતી. ત્યારબાદ બીજી વખત ૧૯૭૫માં વિધાનસભાની ચૂંટણીમાં સંસ્થા કોંગ્રેસમાંથી ઉમેદવારી કરીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી ચીમન પટેલને ૨૫ હજાર કરતાં વધુ મતથી હરાવીને મોટો અપસેટ સર્જ્‌યો હતો.

૧૯૮૦ અને ૧૯૮૫ માં જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હતી અને વિજેતા થયા હતા. ત્યારબાદ ૧૯૯૦ માં જનાતાદળમાંથી ચૂંટણી લડીને વિજેતા બન્યા હતા અને રાજ્યના પંચાયત મંત્રી બન્યા હતા. ત્યારબાદ ચીમન પટેલે વર્ષ ૧૯૯૦ માં જનાતાદળમાંથી છૂટા પડીને જનતાદળ ગુજરાતની સ્થાપના કરતા ગુજરાતની આખે આખી સરકારના જનતાદળના ધારાસભ્યો જનતાદળ ગુજરાત નામનો નવો પક્ષ બનાવીને તેમાં આવી ગયા હતા, પરંતુ ૧૯૯૫ આવતા આવતા ચીમનભાઈ પટેલે ગુજરાત જનતાદળનો વિલય કોંગ્રેસમાં કરી દેતા મોહનસિંહ રાઠવાએ ૧૯૯૫ માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને ૨૦૨૨ સુધી કોંગ્રેસમાં રહ્યા હતા અને કોંગ્રેસમાં ૨૭ વર્ષ રહ્યા બાદ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. મહત્વની વાત એ છે ૨૭ વર્ષ સુધી ભાજપને ગાળો આપીને ભાજપની નીતિનો વિરોધ કરનારા મોહનસિંહ રાઠવા ભાજપમાં જાેડાઈ જતા સ્થાનિક પ્રજામાં પણ રોષ જાેવા મળી રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/