fbpx
ગુજરાત

ગાંધીનગરના પેથાપુરમાં જુગાર રમતા ૬ જુગારીઓ રંગેહાથ ઝડપાયા

ગાંધીનગરનાં પેથાપુરમાં નવા વણકર વાસમાં મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગારની બાઝી માંડીને બેઠેલા છ જુગારીઓને પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને રોકડ સહિત ૧૧ હજારનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીને લઈને ગાંધીનગર પોલીસ દેશી વિદેશી દારૃના અડ્ડાઓ ઉપર ધોંસ બોલાવી રહી છે. એવામાં પેથાપુર નવા વણકર વાસમાં મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેનાં પગલે પેથાપુર પોલીસ ધ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે છ ઈસમો કુંડાળું વળીને જુગારની બાઝી માંડીને બેઠેલા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

જેમની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ રાકેશ રામાભાઇ નાયક (પેથાપુર ખટાલીયાવાસ), ધર્મેન્દ્ર રેવનદાસ સાધુ( પેથાપુર નવો વણકરવાસ), જયેશ મહેન્દ્રભાઇ રાઠોડ (પેથાપુર રાઠોડવાસ) દિપકભાઇ રેવનદાસ સાધુ (પેથાપુર નવો વણકરવાસ) કમલેશ ખૈમદાસ સાધુ( રહે. પેથાપુર વણકરવાસ) અને જુબેર એહમદ જહુરમહમદ રાઠોડ(પેથાપુર કસ્બા) હોવાની કબૂલાત કરી હતી. બાદમાં પોલીસે જુગારીઓની અંગ ઝડતી કરી અને દાવ પરથી ૧૧ હજારની રોકડ, જુગારનું સાહિત્ય જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/