fbpx
ગુજરાત

સાબરકાંઠામાં ચોરીના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

સાબરકાંઠા એલસીબીની ટીમે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ખેડબ્રહ્મા બસ સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો. હિંમતનગર એ ડિવિઝન પોલીસે છ દિવસ પહેલા બંધ મકાનમાં ચોરી કરનારા ત્રણ આરોપી પૈકી એક આરોપીને હિંમતનગરમાંથી બાતમીના આધારે તાત્કાલિક બસ સ્ટેન્ડ પર પહોંચ્યા હતા લોકલ ક્રાઈમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. એસ.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.જે. દેસાઇ, સ્ટાફના વિક્રમસિંહ, સનતભાઈ, પ્રકાશભાઈ, વિજયભાઈ , અમૃતભાઈ, અનિરુદ્ધસિંહ, પ્રહર્ષકુમાર, ગોપાલભાઈ કાળાજી સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન સનતભાઇ તથા ગોપાલભાઇને બાતમી મળી હતી કે, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં એક વર્ષથી ચોરીના નાસતા ફરતા દેવા હરથા ઉર્ફે હરથા પારઘી ખેડબ્રહ્મા બસ સ્ટેશન વિસ્તારમાં આવ્યો છે.

જે બાતમીના આધારે તાત્કાલિક બસ સ્ટેન્ડ પર પહોંચ્યા હતા. જ્યાં બાતમીવાળો ઇસમ ઉભો હતો. જેની પૂછપરછ કરીને તેની ધરપકડ કર્યા બાદ ખેડબ્રહ્મા પોલીસને સોપવામાં આવ્યો હતો. આ અંગેની વિગત એવી છે કે, ૬ દિવસ પહેલા જલારામ મંદિર પાસે રહેતા દિવ્યાંગ ભોગીલાલ સુથારના બંધ મકાનનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના અને રૂ. ૭ હજારની રોકડ સહીત ૧ લાખ ૧૧ હજાર ૬૮ની મત્તાની ચોરી થઇ હતી. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોર્ડ દ્વારા નેત્રમ કમાન્ડ કંટ્રોલની મદદથી સીસીટીવી તપાસ કરતા એક બાઈક અને શંકાસ્પદ ત્રણ માણસો જાેવા મળ્યા હતા. તે આધારે જયેન્દ્રસિંહ, દિગ્વિજયસિંહ, વિક્રમસિંહ, હરપાલસિંહ, જ્ઞાનદીપસિંહ અને કલ્પેશકુમાર તપાસમાં હતા. તે દરમિયાન જયેન્દ્રસિંહ અને દિગ્વિજયસિંહને મળેલી બાતમીના આધારે મહાવીરનગરના કેનાલ ફ્રન્ટ નજીક રોડ પર બાઈક સાથે બેસેલા ઇસમ હિંમતનગરના બસ સ્ટેન્ડ સામે આવેલા ગુરુનાનકનગરમાં રહેતો ધન્નુંસિંગ કપૂરસિંગ સરદાર હતો.

જેની અંગ ઝડતી લેતા તેના પાસેથી સોનાની વીંટી, ચાંદીના છડા, રોકડ રકમ રૂ. ૩૦૦૦ મળી આવી હતી. જેને લઈને પુછપરછ કરતા તેને જલારામ મંદિર પાસે બંધ મકાનમાં દહેગામના મિત્ર જુગલસિંગ, બચુસિંગ સરદાર અને તેનો મિત્ર રાજુસિંગ એમ ત્રણેય મળી ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. આરોપીઓએ ચોરી કર્યા બાદ ભાગ પાડી દીધા હતા, જેમાં ઝડપાયેલા ઈસમ પાસે ભાગમાં આવેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ ૩૦૦૦ હજાર મળી રૂ. ૩૦ હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે રૂ ૫૦ હજારની બાઈક, એક મોબાઈલ અને ચોરીના સમાન સહિત રૂ. ૮૦ હજારનો મુદ્દામાલ કબજે લઈને બાકીના ફરાર બે લોકોને પોલીસે પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/