fbpx
ગુજરાત

મહેસાણામાં કારમાં ચોરખાના બનાવીને વિદેશી દારૂ લઈ જતા ૨ શખ્સો ઝડપાયા

કારમાં બનાવેલા ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને જઈ રહેલા રાજસ્થાનના બે શખ્સોને મહેસાણા એલસીબીએ બહુચરાજી નજીકથી ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ.૬૪ હજારનો દારૂ અને કાર મળી રૂ.૩.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ અન્ય ૩ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. બહુચરાજીના આકબાના શખ્સે દારૂ મંગાવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. એલસીબીના એએસઆઈ કેસરીસિંહ અને કોન્સ્ટેબલ મહેશ ચૌધરીને ખાનગી બાતમી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરીને એક કાર કાલરીથી બહુચરાજી તરફ જઈ રહી છે જેને આધારે પીએસઆઇ એમ ડી ડાભી અને અને તેમની ટીમે બહુચરાજી રોડ પર શંકાસ્પદ કારનો પીછો કરી રવિન્દ્ર ભગવાનારામ જુજાજી દેવાસી રહે પંચલા તા સાચોર રાજસ્થાન અને કલ્યાણસિંહ રાણસિંહ રાજપુત રહે.ચાડી જી બાડમેર બંનેને ઝડપી પાડ્યા હતા અને કારની તલાસી લેતા બમ્પરના ભાગે ચોર ખાનું બનાવીને સંતાડેલ ૬૪૦૦૦ નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કાર મળી ૩.૭૪ લાખનો મુદ્દા માલ કબજે કરીને તપાસ કરતાં બહુચરાજી ના આકબા ગામના પ્રવિણસિંહ મોહનસિંહ ઝાલા નામના આરોપીએ આ દારૂ મંગાવ્યો હતો અને મૂળ સાંચોરના અને હાલ અમદાવાદ ખાતે રહેતા રાજુભાઈ નામના કોઈ શખ્સે મોકલાવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/