fbpx
ગુજરાત

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને મેન્ડેલ યુનિવર્સિટી વચ્ચે એમઓયુ

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી- વિસનગર, ગુજરાત અને મેન્ડેલ યુનિવર્સિટી – બ્રાનો, ચેક રિપબ્લિક, મધ્ય યુરોપ વચ્ચે તાજેતરમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેની સાથે વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો, સંયુક્ત ડિગ્રી પ્રોગ્રામ્સ અને સંશોધનના સહયોગમાં બન્ને યુનિવર્સીટીઓ જાેડાશે. મેન્ડેલ યુનિવર્સિટીનું નામ ૧૯૯૪ થી ગ્રેગોર મેન્ડેલ, પ્રખર વનસ્પતિ શાસ્ત્રી અને “જિનેટિક્સના પિતા”ના નામ પરથી બાયોટેકનોલોજી અને સાથી આરોગ્ય ક્ષેત્રો માટેના આધાર માટે રાખવામાં આવ્યું છે. બન્ને યુનિવર્સિટીઓ ફેકલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિક સામગ્રી, પ્રકાશનો અને માહિતીનો વિનિમય કરશે. સંયુક્ત પ્રકાશનો, પેટન્ટ્‌સ, પુસ્તક દરખાસ્તો અને પ્રોજેક્ટ્‌સ તરીકે વિવિધ સંશોધન પ્રવૃત્તિઓ માટે સહકાર પ્રક્રિયા પણ સતત રહેશે.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના માનનીય ચેરમેન પ્રકાશ પટેલ અને પ્રોવોસ્ટ ડૉ. ડી. જે. શાહે ફળદાયી એમઓયુ માટે અભિનંદન પાઠવ્યા હતા. જેની શરૂઆત સૌપ્રથમ હસ્તપ્રતો અને પુસ્તક પ્રકાશનો તરીકે સંશોધન ક્રિયા-પ્રતિક્રિયાઓ સાથે કરવામાં આવી હતી અને તા. ૨૦-૧૦-૨૦૨૨ના રોજ તેના પર બન્ને યુનિવર્સિટી દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને યુનિવર્સિટીઓ આ એમઓયુને શૈક્ષણિક અને સંયુક્ત કાર્યક્રમોના આગળના સ્તર પર લઈ જવાની આશા રાખે છે. ડૉ. સચ્ચિદાનંદ સિંઘે, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

મેન્ડેલ યુનિવર્સિટી દ્વારા ૧૬-૧૦-૨૦૨૨ થી ૨૧-૧૦-૨૦૨૨ સુધી ફોરેસ્ટ્રી એન્ડ વુડ ટેક્નોલોજી (યુરોપિયન યુનિયન ફંડ)ના વિદ્યાર્થીઓને શીખવવા માટેનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. તેઓએ આંતરરાષ્ટ્રીય અને આંતરશાખાકીય સંશોધન પ્રોજેક્ટ્‌સ, વિનિમય કાર્યક્રમો, મૂલ્ય આધારિત શિક્ષણ અને તાલીમ, સમૃદ્ધ અભ્યાસક્રમો/પ્રમાણપત્ર કાર્યક્રમ, નવી શિક્ષણ નીતિ મુજબ સંયુક્ત કાર્યક્રમો વિશે ચર્ચા કરી હતી. આમ, બન્ને યુનિવર્સિટીની શૈક્ષણિક સંસ્થાઓ સાથે નજીકના ભવિષ્યમાં કાર્ય હાથ ધરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/