fbpx
ગુજરાત

કર્ણાવતી ટ્રેનમાં આવેલા યાત્રી પાસેથી ૩૮ લાખ રૂપિયાના દાગીના મળી આવ્યા

વિધાનસભા ચૂંટણીને લઇને ચારેય તરફ પોલીસ દ્વારા કડક ચેકીંગ કરાઇ રહ્યું છે, ત્યારે સુરત રેલવે સ્ટેશન ઉપર રાત્રીના સમયે શંકાના આધારે રેલવે એલસીબીએ એક યુવકને પકડ્યો હતો, તપાસ કરતા તેની પાસેથી રૂા.૩૮ લાખની કિંમતના હીરાજડીત સોનાના દાગીના મળ્યા હતા. આ દાગીનાની હેરાફેરી કરવા માટે યુવક પાસે ચૂંટણી વિભાગની મંજૂરી ન હોવાથી દાગીના સીઝ કરીને પુછપરછ શરૂ કરાઇ છે.મુંબઇમાં જ્વેલરીનો વેપાર કરતી કલીસ્તા જ્વેલર્સમાં કામ કરતો હિતેશ મગનભાઇ રાદડીયા મુંબઇમાં રહે છે. મુંબઇથી અંદાજીત રૂા.૩૮ લાખની કિંમતના દાગીના લઇને હિતેશ રાત્રીના સમયે કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં સુરત આવ્યો હતો.

બહુ સાવચેતીપૂર્વક હિતેશ દાગીના લઇને સુરત રેલવે સ્ટેશન બહાર નીકળી રહ્યો હતો ત્યારે જ પોલીસની નજર તેની ઉપર પડી હતી. શંકાના આધારે પોલીસે હિતેશને પકડી પુછપરછ કર્યા બાદ બેગની તપાસ કરતા તેમાંથી દાગીના મળ્યા હતા. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આ દાગીના મુંબઇની બ્રાન્ચમાંથી સુરતની મહિધરપુરામાં આવેલી કલીસ્તા જ્વેલર્સની બ્રાન્ચમાં આપવાના હતા. ૧૦ લાખથી વધુની કિંમતના દાગીના હોવાથી રેલવે પોલીસે આઇટી વિભાગ અને ચૂંટણી વિભાગને જાણ કરી હતી. હિતેશ પાસે દાગીના હતા પરંતુ ચૂંટણી વિભાગની પરમીશન ન હોવાથી તેના દાગીના સીઝ કરીને વધુ પુછપરછ કરાઈ છે.

હિતેશની પાસે ૩૮ લાખના દાગીનાના તમામ બીલ હતા, પરંતુ પરવાનગી ન હતી, નિયમ પ્રમાણે જાે કોઇ વ્યક્તિ ૧૦ લાખથી વધુની કિંમતના દાગીના, રોકડ રકમની હેરાફેરી કરે તો તેની પાસે તમામ પુરાવા ઉપરાંત ઇલેક્શન વિભાગની મંજૂરી હોવી જરૂરી છે. પોલીસે આ સાથે જ લોકોને પણ અપીલ કરી હતી કે, જાે કોઇ વ્યક્તિ ૧૦ લાખથી વધુની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ટ્રાન્સફર કરતા હોય તો તેઓએ તાત્કાલીક અસરથી પુરાવા રજૂ કરીને ચૂંટણી વિભાગની પરવાનગી લઇ લેવી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/