fbpx
ગુજરાત

અંકલેશ્વર એ-ડિવિઝન અને એલસીબી પોલીસે ત્રણ વાહનો સાથે એક વાહન ચોરને ઝડપ્યો

અકંલેશ્વરમાં વધતાં જતાં ગુનાને અટકાવવા પોલીસ સજ્જ બની છે. અને ચોરોના ત્રાસથી લોકોને છૂટકારો અપાવવા સતત પ્રયત્નશીલ બની છે. જેમાં અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટાફ અને એલસીબીની ટીમે શહેરમાંથી વાહનની ચોરી કરતાં વાહન ચોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી બે એક્ટિવા અને એક બાઈક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના એસપી ડૉ.લીના પાટીલે જિલ્લામાં મિલકત સબંધી ગુના અટકાવવા તથા વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા દરેક અધિકારીને સુચનાઓ આપી હતી. જેના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ સાથે મળીને અંક્લેશ્વર શહેરમાં થતી વાહન ચોરીના ગુનાઓ સંબંધે ગંભીરતા દાખવી વાહન ચોરીના ત્રણ ગુનાઓ શોધી કાઢ્યા હતા.

બંનેય ટીમના સ્ટાફને માહિતી મળી હતી કે,એક આરોપીને દિવા રોડ ખાતે આવેલા મંગલમુર્તી સોસાયટીની પાછળ ઝુપડપટ્ટી નજીક રહેતા એક શખ્સ જાેડે ચોરીની બાઇકો રેહલી છે. જે બાતમીના આધારે પોલીસે તે સ્થળ પર રેડ કરીને આરોપી સંદિપકુમાર બાબુ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી બે એક્ટિવા અને એક બાઈક મળીને કુલ કિંમત રૂ. ૮૦ હજારના ત્રણ વાહનો કબ્જે કર્યા હતા. પોલીસે તેની સી.આર.પી.સી. કલમ ૪૧( ૧ ) ડી મુજબ અટક કરી છે. તથા મુદ્દામાલ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/