fbpx
ગુજરાત

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસે ડંફરમાં લઇ જવાતો વિદેશી દારૂ બાકોર પોલીસે ઝડપ્યો

ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં પોલીસ તંત્ર દ્વારા વિવિધ બોર્ડરની ચેક પોસ્ટ પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ અવર જવર કરતા વાહનો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. તેવામાં આજે મહીસાગર જિલ્લામાં આવેલ ગુજરાત રાજસ્થાન સરહદ પાસે આવેલી લંભુ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન પાર્સિંગના ડંફરમાં ભરીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે. વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા મહીસાગર જિલ્લામાં આવેલ ગુજરાત રાજસ્થાન રાજ્યની ત્રણ સરહદો તેમજ જિલ્લાની ૧૪ આંત્રિક સરહદો પર અલગ અલગ ટિમો બનાવીને તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે મહીસાગરના ખાનપુર તાલુકામાં આવેલ રાજસ્થાન ગુજરાત બોર્ડર પાસેના લંભુ ચેકપોસ્ટ પરથી મોટી માત્રામાં રાજસ્થાન તરફથી ગુજરાતમાં લાવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.

રાજસ્થાન પાર્સિંગના આરજે ૦૨ જીબી ૧૭૯૫ નંબરના ડંફરમાં અલગ અલગ માર્કવાળી વિદેશી દારૂની નાની મોટી મળી કુલ ૧૧,૭૦૦ બોટલો સાથે એક આરોપીની અટકાયત કરી છે. બાકોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.એમ મકવાણા સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચેકીંગ દરમીયાન આ દારૂ ભરેલ ડંફર સહિત એક આરોપીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપી મુલ્લારામ ભવરારામ જાટ રાજસ્થાનના નાગોર ખેવસર તાલુકાના બેરાતાલ ગામનો રહેવાસી છે.

તેમજ એક આરોપી પ્રિતેશ કલાલ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સીમલવાડાનો રહેવાસી છે. જે હાલ ફરાર છે જેને ઝડપી પાડવા હાલ પોલીસ તપાસ કરી રહી છે. આમ બાકોર પોલીસ દ્વારા વિદેશી દારૂ ભરેલા ડંફર સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં ૧૧,૦૧,૩૧૨ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ, ૧૦ લાખનું ડંફર (ટ્રક) એક કિપેઇડ મોબાઈલ રોકડ ૧૦૦ રૂપિયા અને તાડપત્રી મળી કુલ ૨૧,૦૧,૯૧૨ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/