fbpx
ગુજરાત

ડીસામાં રાજ્ય સભાના સાંસદે સામાન્ય વ્યક્તિની જેમ લાઈનમાં ઉભા રહી પરિવાર સાથે મતદાન કર્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ માટે બીજા તબક્કાનું મતદાન શરૂ થયું છે. ત્યારે દરેક મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા સવારથી શરૂ કરી દેવામાં આવી છે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી ચાલી રહી છે. ત્યારે રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડીયાએ પરિવાર સાથે ડીસા કોલેજમાં જઈ લાઈનમાં ઊભા રહીને મતદાન કરી તેમની સાદગીનો પરિચય આપ્યો હતો. રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડીયાએ પરિવાર સાથે ડીસા કોલેજમાં જઈ લાઈનમાં ઊભા રહીને મતદાન કરી તેમની સાદગીનો પરિચય આપ્યો હતો. મતદાન બાદ તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૭ વર્ષથી ચાલતા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકોને ખૂબ જ રસ છે.

લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ખૂબ જ વિશ્વાસ હોવાથી મતદારો ઉત્સાહપૂર્વક ભાજપ તરફી મતદાન કરી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ બે તૃતીયાંશ બહુમતીથી જીતશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પાટણ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ડીસાના ડો.રાજુલબેન દેસાઈએ ડીસા ખાતે પોતાનો વોટ આપ્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, પાટણમાં મતદારો ભારતીય જનતા પાર્ટી તરફ ઝોક ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણની રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન આપ્યું છે. જ્યારે રૂપિયા ૧૦૦ની ચલણી નોટ પર પણ રાણકી વાવનો ફોટો પ્રસિદ્ધ કરાવી પાટણને વૈશ્વિક ઓળખ અપાવી છે. જ્યારે ઐતિહાસિક નગરી પાટણનો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખૂબ જ વિકાસ થયો છે. જેથી પાટણમાં ભાજપની ૨૦,૦૦૦થી વધુ મતથી જીત થશે.

ડીસામાં ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીએ ડીસાના રીજમેન્ટ વિસ્તારની ઝવેરીનગર પ્રાથમિક શાળામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, સવારથી જ મહિલાઓ, વૃદ્ધો, યુવાનો સહિતના મતદારો ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. એ જાેતા ડીસામાં ભારતીય જનતા પાર્ટીનો જ વિજય થશે. તેમજ સુધી ડીસામાં કોઈપણ પક્ષના ઉમેદવારને લીડ નહીં મળી હોય તેટલી રેકોર્ડ લીડથી ભાજપ જીતશે, તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/