fbpx
ગુજરાત

વલસાડના પારડી તાલુકાના ખડકીથી અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપી સ્થાનિકોએ પોલીસને સોંપ્યો

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખડકી ગામના સ્થાનિક લોકોને મળેલી ચોક્કસ બાતમીના આધારે એક ટેમ્પામાં ૫૦૦ કિલો અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપી પોલીસને સોંપ્યો છે. આ જથ્થો સરકારી છે કે અન્ય તે અંગે મામલતદાર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખડકી ગામમાંથી સરકારી રેશનિંગ દુકાન સંચાલક વર્ષાબેન ધનસુખભાઈ પટેલની દુકાનમાંથી અનાજનો જથ્થો બ્લ્યુ કલરના થ્રી વ્હીલર ટેમ્પો નં જીજે-૧૫-એયુ-૯૯૭૨માં ફરી લઈ જવાઈ રહ્યો હોવાનું જાગૃત ગામ લોકોને બાતમી મળી હતી. જેના આધારે ગામના જાગૃત નાગરિકો અને અગ્રણીઓ નિશાળ ફળિયા આગળ બાતમીવાળા ટેમ્પોની વોચ ગોઠવી હતો.

જે દરમ્યાન બાતમીવાળો ટેમ્પો આવતા ગામના જાગૃત નાગરિકોએ ટેમ્પોને અટકાવ્યો હતો. ટેમ્પમાંથી અનાજનો જથ્થો અંદાજે ૫૦૦ કિલો અનાજનો જથ્થો જનતા રેડ દરમ્યાન ઝડપી પાડ્યો હતો. સ્થાનિક લોકોએ ટેમ્પો ચાલક દયાળસિંગ બુધસિંગ રાજપુરોહિત, રહે વાપી કોપરલી, ને આ જથ્થા વિશે સ્થાનિક લોકોએ પૂછતાં ગોળ ગોળ જવાબો આપતા જાગૃત ગામ લોકોએ તાત્કાલિક પારડી પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. પારડી પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં પારડી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

પ૪ડી પોલીસની ટીમને સ્થાનિક લોકોએ ૫૦૦ કિલો અનાજ ભરેલો ટેમ્પો અને ચાલક પોલીસને ગામ લોકોએ સોપ્યો હતો. આ ટેમ્પા અંદાજે ૫૦૦ કિલો ચોખાનો જથ્થો હોવાનું જાણવા મળ્યું છે. સાથે કેટલીક ખાલી બોરીઓ પણ મળી આવી હતી. હાલ તો આ જથ્થો સરકારી અનાજનો છે કે કેમ તે જાણવા માટે પારડી પોલીસે પારડી પુરવઠા મામલતદારની ટીમની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/