fbpx
ગુજરાત

વડોદરામાં ઉત્તરપ્રદેશથી આવતી ટ્રેનમાંથી એક મહિલાને અભયમની ટીમે બચાવી, જાણો સમગ્ર મામલો

પતિ સાથે વારંવાર ઝઘડાથી કંટાળી આત્મહત્યાના વિચાર સાથે એક મહિલા ઉત્તર પ્રદેશથી ટ્રેનમાં બેસી વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. જેને અભયની ટીમે કાઉન્સેલિંગ કરી સુરત ખાતે રહેતા તેના સંબંધીને સોંપી છે. ઉત્તરપ્રદેશથી ગુજરાત આવતી ટ્રેનમાંથી એક મહિલા વડોદરા રેલવે સ્ટેશન પર ઉતરી હતી. મહિલા પહેલીવાર વડોદરા આવી હતી અને બધું અજાણ્યાં હોવાથી ગભરાઇ ગઇ હતી. આ મહિલા અંગે અભયમની ટીમે જાણ કરવામાં આવતા ટીમ મહિલાની મદદે આવી પહોંચી હતી. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે, તે ઉત્તર પ્રદેશના મીરજાપુર વતની છે. પતિ સાથે અવાર નવાર ઝઘડો થતો હોવાથી જીવનથી કંટાળી ગઇ હતી અને આત્માહત્યા કરવાનું નક્કી કરી ઘરેથી નીકળી ગઇ હતી. મીરજાપુરથી તે ટ્રેનમાં બેસી ગઇ હતી અને વડોદરા રેલ્વે સ્ટેશન આવતા ઉતરી ગઇ હતી.

અહીં ઉતર્યા બાદ બધુ અજાણ્યું હોવાથી તે ગભરાઇ ગઇ હતી અને રેલવે પોલીસ દ્વારા આ અંગે ૧૮૧ પર મદદ માંગવામાં આવી હતી. અભયમની ટીમે મહિલાને સમજાવી હતી કે આ રીતે ઘરેથી અજાણ્યાં વિસ્તારમાં નિકળી જવું યોગ્ય નથી. કોઈ સમયે મુશ્કેલી આવી શકે. આ અંગે મહિલાના પરિવારનો ફોન સંપર્ક કરી વાત કરાવી હતી. તેમજ તેને લેવા માટે વડોદરા આવવા જણાવ્યું. જાે કે મીરજાપુરથી વડોદરા આવતા બે દિવસ જેટલો સમય લાગે છે. જેથી મહિલાને ગુજરાતમાં કોઈ ઓળખીતા હોય તો તેમની મદદ લેવા જણાવ્યું. મહિલાએ જણાવ્યું હતું કે તેના મામા કતારગામ સુરતમાં રહે છે. તેથી મહિલાને તેના મામાને સોંપવામાં આવી છે. તેમજ પરિવારે બે દિવસમાં સુરત પહોંચી ત્યાંથી મહિલાને વતન લઇ જશે તેમ જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/