fbpx
ગુજરાત

સ્કુલમાં ધોરણ ૧માં ભણવા મૂકવા માટે ઉંમર નક્કી કરાઈ, ૬ વર્ષ થયાં હશે તો જ પ્રવેશ

ગુજરાતમાં તમામ ખાનગી સ્કૂલોમાં ધોરણ ૧માં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ૨૫ ટકા સીટ બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. ધોરણ-૧માં પ્રવેશ માટે ૬ વર્ષની ઉંમર ફરજિયાત કરવામાં આવે તે માટે હવે આરટીઈના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આરટીઆઈ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને ૬ વર્ષની ઉંમર પૂર્ણ થવી જરૂરી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સ્કૂલોના સંચાલકને પત્ર લખીને જાણ કરી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણધિકારીએ પરિપત્ર કરીને ખાનગી સ્કૂલોના આચાર્ય અને સંચાલકોને જણાવ્યું છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ-૧માં આરટીઈ હેઠળ પ્રવેશની કાર્યવાહી કરવામાં આવે, ત્યારે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ૧ જૂનના રોજ ૬ વર્ષની ઉંમર પૂર્ણ થઈ હોય તેવા જ બાળકોને ધોરણ-૧માં પ્રવેશ આપવાનો રહેશે.

૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકને પ્રવેશ આપી શકાશે નહીં. જે પણ સ્કૂલ ચકાસ્યા વિના પ્રવેશ આપશે, તે સ્કૂલની જવાબદારી રહેશે અને આ મામલે સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે. રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વર્ષ ૨૦૧૨થી ખાનગી સ્કૂલોમાં ધોરણ ૧માં ૨૫ ટકા સીટ પર પ્રવેશ આપવામાં આવે છે. આ બાળકોને ધોરણ ૮ સુધી તે સ્કૂલમાં ફ્રીમાં ભણાવવામાં આવશે. આરટીઈમાં પ્રવેશ મેળવવા માટે વાલીની આવક મર્યાદા ૧.૫૦ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આરટીઈ હેઠળ ભણતા બાળકોની ૧ થી ૮ ધોરણ સુધીની ફી પણ સરકાર સ્કૂલને ચૂકવે છે. આરટીઈ હેઠળ પ્રવેશ પ્રકિયા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે છે. ઓનલાઇન પ્રવેશ પ્રકિયામાં વાલીએ રહેઠાણ અને આવકનો દાખલો અપલોડ કરાવવાનો રહેશે.

જે તે જિલ્લાના આરટીઈના નોડલ ઓફિસર દ્વારા દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી કર્યા બાદ જે તે બાળકને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. રહેઠાણની ૬ કિમીના અંતરમાં આવેલી સ્કૂલ જ વાલીએ પસંદ કરવાની રહેશે. છેલ્લા કેટલાય સમયથી અનેક વાલી પોતાના બાળકને ફ્રીમાં ભણાવવા આરટીઈના નિયમ મુજબની આવક કરતાં વધુ આવક હોય છતાં ખોટા આવકના દાખલ બનાવી એડમિશન મેળવે છે, જેની સામે હવે સ્કૂલ દ્વારા તપાસ કરીને ડીઈઓ કચેરીને જાણ કરવામાં આવે છે. ડીઈઓ કચેરી દ્વારા આ મામલે તપાસ કરીને ખોટા દસ્તાવેજ રજૂ કરવા બદલ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૧-૨૨ના શૈક્ષણિક વર્ષમાં અમદાવાદમાં ૨ વાલી વિરુદ્ધ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરવા મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/