fbpx
ગુજરાત

સુરતમાં યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી બીભત્સ ફોટો મુકવાની ધમકી આપનાર ઝડપાયો

સુરતમાં રહેતી યુવતીનું ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી તેમાં તેણીનો ફોટો મૂકી તેમજ બીભત્સ ફોટો બનાવવાની ધમકી આપનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સામે અગાઉ વર્ષ-૨૦૧૯માં સાયબર ક્રાઈમ, બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ મથકમાં અને વ્યારા પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયો હતો અને તેની ધરપકડ કરાઈ હતી. સુરતમાં રહેતી યુવતીને સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર અજાણ્યા એકાઉન્ટમાંથી એક ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી હતી. રીક્વેસ્ટ સ્વીકારતા યુવતીને માલુમ પડ્યું હતું કે, પ્રોફાઈલ પિક્ચર અને સ્ટોરીમાં તેણીના જ ફોટા અપલોડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેણીના બીજા ફોટા પણ અપલોડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત યુવતીને બીભત્સ ફોટો બનાવવાની ધમકી પણ આપવામાં આવી હતી.

જેથી આ મામલે યુવતીએ સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં તપાસ કરી રહેલી સાયબર ક્રાઈમ પોલીસે બોટાદના ખાભંડા ગામે રહેતા ૨૦ વર્ષીય જગદીશ પ્રકાશભાઈ મકવાણાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી સામે અગાઉ વર્ષ-૨૦૧૯માં સાયબર ક્રાઈમ, બોટાદ જીલ્લાના બરવાળા પોલીસ મથકમાં અને વ્યારા પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયો હતો અને તેની ધરપકડ કરાઈ હતી. સાયબર પોલીસે પોલીસે જણાવ્યું હતું કે, આરોપી સામે અગાઉ ત્રણ ગુના નોંધાયેલા છે અને તેની ધરપકડ કરાઈ હતી. આ ઉપરાંત આ ગુનામાં અન્ય ફરીયાદી પણ બહાર આવશે તો ગુના નોંધી કાર્યવાહી કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/