fbpx
ગુજરાત

બારડોલીમાં વનવિભાગ દ્વારા મુકવામાં આવેલ પિંજરામાં દીપડી પુરાતાં ગ્રામજનોમાં હાસકારો

બારડોલી તાલુકાના કુવાડીયા ગામે છેલ્લા ઘણા દિવસોથી દીપડો આટાફેરા મારતો દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. વનવિભાગની ટીમ દ્વારા દીપડાને પકડી પાડવા માટે મારણ સાથે પીંજરું મુકવામાં આવ્યું હતું. જેમાં ૪ વર્ષીય કદાવર દીપડી પાંજરે પુરાઈ હતી. આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ બારડોલી તાલુકાના છેવાડે આવેલા કુવાડીયા ગામે છેલ્લા કેટલાક સમયથી દીપડો રહેણાંક વિસ્તારમાં તેમજ ખેતરાડી વિસ્તારમાં જાેવા મળતો હતો. જેને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. અને રાત્રી દરમિયાન ગ્રામજનો બહાર નિકળવાથી માટે પણ ડરી રહ્યા હતા.

સાથે જ ખેડૂતો અને ખેતમજૂરો પણ ખેતરમાં જવા માટે ડરી રહ્યા હતા. આખર દીપડાને પકડી પાડવા માટે બારડોલી વનવિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. વનવિભાગની ટીમ દ્વારા એક સપ્તાહ પહેલા મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ૪ વર્ષીય કદાવર દીપડી પાંજરે પુરાઈ હતી. હાલ વનવિભાગની ટીમે દીપડીનો કબ્જાે લઈ તેને જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/