fbpx
ગુજરાત

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી માટે મતદાન મથક ઉમેરાતા ૧૬મીએ યોજાશે ચૂંટણી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની તારીખ ૧૬- ૧૨- ૨૦૨૨ના રોજ યોજાનાર વિવિધ મતદાર વિભાગોની સેનેટની ચૂંટણી અંતર્ગત જુદા જુદા મતદાર વિભાગોમાંથી કેટલીક બેઠકો બિનહરીફ થયા બાદ છેવટે કુલ છ મતદાર વિભાગની ૨૦ બેઠકો માટે ૫૦ હરીફ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જામી છે. યુનિવર્સિટી કોર્ટ (સેનેટ)ની આ ચૂંટણી અંતર્ગત કુલ ૧૮૦૩૧ મતદારોમાંથી બિનહરીફ થયેલ મતદાર વિભાગોના મતદારોને બાદ કરતા હવે ૧૪૬૩૨ મતદારો ૫૦ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે ૧૮ ડિસેમ્બરે મતદાન કરશે.

યુનિવર્સિટી દ્વારા સેનેટની ચૂંટણી અંગે એક મતદાન કેન્દ્ર વધારીને કુલ ૨૮ મતદાન મથકો નિયત કરવામાં આવ્યા છે જ્યાં સવારે ૧૧ થી સાંજના ૫ કલાક સુધી મતદાન યોજાશે. જાેકે, મહેસાણા ખાતેના શ્રીમતી એ.એસ. ચૌધરી મહિલા આર્ટસ એન્ડ હોમ સાયન્સ કોલેજના એક ઉમેદવાર ચૂંટણીમાં ઊભા હોઇ આ મતદાન કેન્દ્ર સામે વાંધા અરજી આવતા યુનિવર્સિટી દ્વારા એક નવું મતદાન મથક મહેસાણા ખાતે ફાળવવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. મતદાન મથક નંબર ૬ ખાતે રજીસ્ટર ગ્રેજ્યુએટ્‌સ – કોમર્સ સિવાયના મતદારો મતદાન કરી શકશે. તેમ યુનિવર્સિટીના આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

ચૂંટણીમાં બે મતદાર વિભાગના છ હરીફ ઉમેદવારો ટપાલથી મતદાન કરશે જ્યારે ૪૪ મતદાન મથકો પરથી મતદારો દ્વારા ગુપ્ત મતદાન કરાશે. જુદાજુદા ૬ મતદાર વિભાગોના કુલ ૧૪૬૩૨ મતદારોમાં જિલ્લા વાઇઝ નજર કરતા સૌથી વધુ મતદારો મહેસાણા જિલ્લામાં ૪૮૫૭ નોંધાયા છે. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લામાં ૪૫૦૭ પાટણ જિલ્લામાં ૨૪૫૫, સાબરકાંઠા જિલ્લામાં ૨૧૩૭ અને અરવલ્લી જિલ્લામાં ૬૭૬ મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણીને લઈને હરીફ ઉમેદવારો દ્વારા પ્રચાર કાર્ય વેગવંતુ બનાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/