fbpx
ગુજરાત

સુરતમાં મોટા વેપારીની ઓળખ આપી ૪ વેપારી પાસે ૧.૭૪ કરોડના હીરા લઈ પાલનો લેભાગુ વેપારી પલાયન થયો

હીરાના મોટા વેપારીની ઓળખ આપી ૪ વેપારી પાસે ૧.૭૪ કરોડના હીરા ઉધાર લઈ પાલના લેભાગુ વેપારીએ કરોડોનું ઉઠમણું કરતા વરાછા પોલીસમાં ઠગાઇનો મામલો પહોંચ્યો છે. લેભાગુએ ૩ માસ પહેલા આપઘાતની પણ કોશિશ કરી હતી. મોટા વરાછાના રીવરપેલેસમાં રહેતા હીરાના વેપારી મનીષભાઈ ઝડફીયાએ વરાછા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે લેભાગુ હીરાના વેપારી રાજેશ રંગીલદાસ દમણીયા(૫૧)(રહે,જુપીટર એપાર્ટમેન્ટ, હજીરા રોડ,પાલ) સામે ઠગાઇનો ગુનો નોંધ્યો છે. મિનીબજારમાં ઓફિસ રાખી મનીષભાઈ ઝડફીયા ભાગીદારીમાં હીરાનો ધંધો કરે છે. તેઓની ઓફિસે દલાલ મારફતે રાજેશ દમણીયા આવ્યો હતો. સપ્ટેમ્બરમાં રાજેશએ હીરાના વેપારી મનીષ ઝડફીયા પાસેથી ૪૦.૫૬ લાખના હીરા ઉધાર લીધા હતા.

જ્યારે વેપારીએ ઉઘરાણી કરી ત્યારે દલાલે કહ્યું કે રાજેશ દમણીયાએ ઝેરી દવા પી આપઘાતની કોશિશ કરી છે અને તે હોસ્પિટલમાં છે. તપાસ કરાવતા માર્કેટમાંથી અન્ય ૩ પાસેથી હીરા લઈ ઉઠમણું કર્યાનું જણાયું હતું. ઉઘરાણીથી કંટાળી ૩ મહિના પહેલા આપઘાત કરવાનું તરકટ કર્યું હતું. લેભાગુ હીરાનો વેપારી રાજેશ દમણીયાએ અન્ય વેપારીઓમાં પરેશ ગાબાણીના ૬.૪૩ લાખ, પાર્થ રૈયાણીના ૪૯.૮૮ લાખ અને અંકિત કુકડીયા-હિતેશ માવાણીના ૧.૩૦ કરોડના હીરા ક્રેડિટ પર લીધા હતા. જે પૈકી અંકિત અને હિતેશને રાજેશ દમણીયાએ ૩.૭૬ લાખ રોકડ અને ૪૦ લાખનો ફ્લેટ લખી આપી ૮૯.૬૯ લાખ આપવાનો વાયદો કર્યો હતો. વાયદો ન પાળતા ૪ વેપારી સાથે ૧.૭૪ કરોડની ઠગાઈનો મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/