fbpx
ગુજરાત

કડીના ઈન્દ્રાડની કંપનીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી, ભારે જહેમદ બાદ કાબુ મેળવ્યો

કડીના ઈન્દ્રાડ ગામની સીમમાં આવેલ કંપનીમાં રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમને કરતા ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમદ બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. કડીના ઈન્દ્રાડ ગામની સીમમાં ઈન્દ્રાડથી અણખોલ રોડ પર આવેલ શોમશીવા ઇમ્પેક્ષ લિમિટેડ પ્લાસ્ટિક લેખ માસ્ટર બેચનું ઉત્પાદન કરતી કંપનીના ગોડાઉન વિભાગમાં શુક્રવારની રાત્રે ભયંકર આગ લાગી હતી. આગ લાગતાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા કંપનીના સુપરવાઈરને જાણ કરતા સુપરવાઇઝર તાત્કાલિક કંપનીમાં આવી એકાઉન્ટન મેનેજર જયેશભાઈને જાણ કરી હતી.

ત્યાર બાદ કંપનીના હાજર ચાર માણસો અને કલોલ ફાયર બ્રિગેડ દ્વારા આગ બુજાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગે વિકરાળ રૂપ ધારણ કરતાં તાત્કાલિક કડી ફાયર બિગેડ ટીમને જાણ કરતા કડી ફાયર બિગેડ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કડી અને કલોલ ફાયર બિગેડ ટીમ દ્વારા ભારે જહેમદ બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ આગના કારણે રો-મટેરિયલ્સ અને મશનરીઓને ભારે નુક્સાન થયું હતું. આ ઘટના અંગે નંદાસણ પોલીસને જાણ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/