fbpx
ગુજરાત

બાપુનગરમાં હવામાં ફાયરિંગ કરી આંગડિયા કર્મીને લુંટીને લૂંટારા બાઈક પર થયા ફરાર

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સવારના સમયે લૂંટની ઘટના બની છે.આંગડિયા પેઢીનો કર્મચારી પૈસા ભરેલ બેગ લઈને જતા હતા ત્યારે બાઇક પર આવેલા ૨ શખ્સોએ બંદૂક બતાવી પૈસા ભરેલો થેલો પડાવી લીધો હતો.બાઇક ચાલક લૂંટ કરીને જતા હતા ત્યારે હવામાં ફાયરિંગ કર્યું હતું.બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ હીરા બજારના ખોડિયાર ચેમ્બરમાં સવારના સમયે લૂંટની ઘટના બની છે.આર અશોક આંગડિયા પેઢીના કર્મચારી ભદ્રેશ પટેલ પોતાના ઘરેથી આંગડિયા પેઢીના ૨૦ લાખ ભરેલો થેલો લઈને આવી રહ્યા હતા.આંગડિયા પેઢીમાં જવા તે સિડી ચઢવા જઈ રહ્યા હતા ત્યારે બાઇક પર ૨ અજાણ્યા શખ્સો આવ્યા હતા.

બંને શખ્સોએ ભદ્રેશભાઈ પાસે આવ્યા અને બંદૂક બતાવી થેલો છીનવી લીધો હતો. આસપાસના લોકો ભેગા થતા બાઇક ચાલકે હવામાં ફાયરિંગ કર્યું હતું જેનાથી લોકોમાં ડર ફેલાયો હતો.બંને બાઇક ચાલક લૂંટ કરી ત્યાંથી નાસી ગયા હતા.ભદ્રેશભાઈએ પોલીસને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.બાઇક ચાલક ક્યાંથી આવ્યા હતા અને કઈ તરફ ગયા તે દિશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.આસપાસના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે.સમગ્ર મામલે અત્યારે ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/