fbpx
ગુજરાત

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની આગવી સહજતા

રાજ્ય મંત્રીમંડળના નવનિયુકત મંત્રીશ્રીઓના કાર્યાલયમાં મુખ્યમંત્રીશ્રી સામે ચાલીને મળવા ગયા અને શુભેચ્છાઓ પાઠવી. મંત્રીશ્રીઓને શુભેચ્છા પાઠવવા આવેલા શુભેચ્છકો-નાગરિકો સાથે મંત્રીશ્રીઓના કાર્યાલયના પરસાળમાં ઊભા રહી વાતચીત કરીને લાક્ષણિક સરળતા દર્શાવી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના આગવા સરળ-સહજ સ્વભાવથી ‘સૌના ભૂપેન્દ્રભાઇ’ બની રહ્યા છે. તેમણે પોતાની આ સાહજિકતાનો એક વિશિષ્ટ પરિચય બીજીવાર મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યાના પ્રથમ દિવસે મંગળવારે સૌને કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી તેમના મંત્રીમંડળના સહયોગી નવનિયુકત મંત્રીશ્રીઓના સ્વર્ણિમ સંકુલ-૧ અને સંકુલ-ર માં આવેલા કાર્યાલયોમાં સામે ચાલીને અચાનક જઇ પહોંચ્યા હતા અને મંત્રીશ્રીઓને પદભાર સંભાળવા અવસરે પ્રત્યક્ષ શુભકામનાઓ આપી હતી. એટલું જ નહિ, મંત્રીશ્રીઓને શુભેચ્છા પાઠવવા આવેલા શુભેચ્છકો-સામાન્ય નાગરિકો સાથે પણ મંત્રીશ્રીઓના કાર્યાલયની પરસાળમાં જ ઉભા રહીને મુખ્યમંત્રીશ્રી સામાન્ય વ્યક્તિની જેમ સૌને મળ્યા હતા. મુખ્યમંત્રીશ્રીની આવી સાહજીકતાથી મંત્રીશ્રીઓ અને શુભેચ્છકો-નાગરિકોએ આનંદ સહ આશ્ચર્યની અનૂભુતિ કરી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/