fbpx
ગુજરાત

પશુ ચોરીમાં ૬ મહિનાથી ફરાર શખ્શને ઝડપી લઈ ઇડર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો

સાબરકાંઠા જીલ્લાના ઇડરથી હિંમતનગર હાઇવે ઇડર રેલ્વે ફાટક પાસેથી પશુ ચોરીના ગુનામાં છેલ્લા ૬ મહિનાથી નાસતા ફરતા આરોપીને એસઓજી શાખાએ બાતમી આધારે ઝડપી લઈ ઇડર પોલીસને સોંપ્યો હતો. આ અંગેની એસઓજી શાખાના પીઆઈ એન.એન. રબારીએ જણાવ્યું હતું કે, એસઓજીના એટીએસ ચાર્ટરને લગતી કામગીરીને લઈને ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી સ્ટાફના ભાવેશ, કિરીટસિંહ, નિકુંજ, રોહિત અને દશરથસિંહ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ઇડર પોલીસ સ્ટેશનમાં છેલ્લા ૬ મહિનાથી પશુચોરી અને પશુ ક્રુરતાના ગુનામાં નાસતો-ફરતો હિંમતનગરના માળીના છાપરિયા વિસ્તારમાં રહેતો મોઈન મહમદસફી શેખને ઇડર-હિંમતનગર તરફ જતા હાઈવે પર ઇડર રેલ્વે ફાટક નજીક ઉભો હતો. જેને ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપીને ઇડર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/