fbpx
ગુજરાત

છોટા ઉદેપુરમાં ટેમ્પોમાં મરઘાંના પીંજરાની નીચે દારૂ સંતાડીને લઈ શખ્શની કરી ધરપકડ

છોટા ઉદેપુર જીલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશનની હદમાં ચોરવાણા પાસેથી થ્રી વ્હીલર ટેમ્પોમાં સંતાડીને લઈ જવાતો રૂ.૮૭,૭૪૪ના વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર સરહદી વિસ્તારમાં આવેલો જીલ્લો છે. જ્યાં દરરોજ વિદેશી દારૂ પર પ્રાંતમાંથી ઘુસાડવાની અવનવી તરકીબો અજમાવવામાં આવે છે. ત્યારે વધુ એક નવી તરકીબ અજમાવતા ખેપિયાને છોટા ઉદેપુર જીલ્લા એલ.સી.બી. એ ઝડપી પાડ્યો હતો.

જીલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરવાણાથી ઓઝડી જવાના ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂ લઇને જવાની બાતમી જીલ્લા એલ.સી.બી.ને મળી હતી. જેને લઇને વોચ પણ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબનો થ્રી વ્હીલર ટેમ્પો આવતા તેની તપાસ કરતા મરઘાં મૂકવાના પીંજરાની નીચે સંતાડીને લઈ જવાતો ૮૧૬ નંગ વિદેશી દારૂ કિંમત ૮૭,૭૪૪ રૂ.નો મળી આવ્યો હતો. થ્રી વ્હીલર ટેમ્પોમાં લઈ જવાતો દારૂ મળી આવતા ટેમ્પો ચાલક રમેશ રાયસિંગ રાઠવાની ધરપકડ કરીને વિદેશી દારૂ સહિત કુલ રૂ. ૧,૭૪,૨૯૪નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/