fbpx
ગુજરાત

મર્જર બાદ સાદગીપૂર્ણ માહોલમાં ધ્વજવંદન સાથે દમણ મુક્તિ દિવસની કરાઇ ઉજવણી

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવનો ૬૨મો મુક્તિ દિવસ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી, દાનહ અને દમણ દીવ પ્રદેશ ભાજપ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, ભાજપના પ્રદેશ કાર્યાલય સ્થિત કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો, સ્વાગત પ્રવચન મહેશ અગરિયાએ કર્યું હતું. ત્યારબાદ સભામાં દમણ દીવના પૂર્વ સાંસદ સ્વ.શ્રી દેવજીભાઈ ટંડેલને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રદેશની આઝાદી પછી વર્ષ ૨૦૧૪ સુધી જ્યારે આપણે કોઈપણ ઈમારત કે રસ્તાની વાત કરતા ત્યારે સાંભળતા કે તે પોર્ટુગલના સમયથી છે. હોસ્પિટલ પોર્ટુગલના સમયથી પૌરાણિક એવી તમામ ઇમારતો, શાળાઓ, પુલો વિશે આપણે સાંભળતા આવ્યા છીએ.

તો આ મંચ પરથી હું કોંગ્રેસના સમર્થકોને અને તેની વિચારધારામાં માનનારાઓને પ્રશ્ન પૂછું છું કે દમણ અને દીવની આઝાદી પછી ૫૦ વર્ષમાં કોંગ્રેસે શું કર્યું? વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ વિકાસે ઝડપી ગતિ પકડી છે. કોઈપણ વ્યક્તિ કે પ્રવાસીને પૂછો તો તમામ કામોનો શ્રેય ભાજપ શાસિત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને જાય છે. અહીં થયેલા અસંખ્ય વિકાસે આ નાનકડા પ્રદેશને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમાંકની યાદીમાં મૂક્યું છે. હાલનું તાજું આનું એક ઉદાહરણ તો આપણું દીવ આગામી થોડા મહિનામાં જી-૨૦ કોન્ફરન્સની યજમાની કરવા જઈ રહ્યો છે. આ જી-૨૦ કોન્ફરન્સમાં વિશ્વના ૫૬ દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે. આજે હું એવા વીરોને નમન કરું છું જેમણે દમણ દીવની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આવતી ૨૫મી ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલબિહારી વાજપેયીની જન્મજયંતિને દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ.

ભાજપના પૂર્વ પ્રદેશ પ્રભારી રઘુનાથ કુલકર્ણીએ ટૂંકા સંબોધનમાં પ્રદેશના લોકોને મુક્તિ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આજના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર પર લખાયેલ પુસ્તક સ્ર્ઙ્ઘૈજ્ર૨૦નું હિન્દી સંસ્કરણ, ઉપસ્થિત કેટલાક મહાનુભાવોને સ્મૃતિચિહ્ન તરીકે આપવામાં આવ્યું હતું. રઘુનાથ કુલકર્ણી, ગોપાલ દાદા, તરુણા બેન પટેલ, હેતાક્ષીબેન પટેલ, ડૉ. બીજલ કાપડિયા કાર્યક્રમ માટે આભારવિધિ ફાલ્ગુની બેન પટેલે કરી હતી.રૂરૂહમંચ પર ઉપસ્થિત મહાનુભાવોમાં લાલુભાઈ પટેલ, દીપેશ ટંડેલ, રઘુનાથ કુલકર્ણી, નવીનભાઈ પટેલ, મહેશ અગરીયા, બી.એમ.માછી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/