fbpx
ગુજરાત

પાટણમાં અન્નપૂર્ણા મહોત્સવ સમિતિ દ્વારા માતાજી સન્મુખ ભવ્યાતિભવ્ય અન્નકૂટ મહોત્સવ અને આરતી કરાઈ

ઐતિહાસિક અને ધર્મ ની નગરી પાટણ શહેરમાં આવેલા સોનીવાડા સ્થિત શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર પરિસર ખાતે શ્રી અન્નપૂર્ણા મહોત્સવ સમિતિ દ્વારા ૨૧ દિવસીય શ્રી અન્નપૂર્ણા મહોત્સવ ની ભક્તિ સભર માહોલમાં અનેકવિધ સેવાકીય મનોરથો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શ્રી અન્નપૂર્ણા માતાજી સન્મુખ ભવ્યાતિભવ્ય અન્નકૂટ મહોત્સવ મનોરથ સાથે પાટણ શહેરના ભક્તિ પ્રિય નગરજનોની સમૂહ આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું. અન્નપૂર્ણા મહોત્સવ સમિતિ દ્વારા શ્રી અન્નપૂર્ણા માતાજી સન્મુખ ભરવામાં આવેલા ભવ્યાતિભવ્ય અન્નકૂટ નાં મનોરથ ને સજાવવા વહેલી સવારથી જ મહિલા મંડળ,યુવક મંડળ અને સમિતિ નાં સભ્યો દ્વારા જહેમત ઉઠાવી સુંદર મજાનાં અન્નકૂટ મનોરથ ને સજાવવામાં આવ્યો હતો.

ત્યારબાદ માતાજી ની સમૂહમાં મહાઆરતી ઉતારી ઉપસ્થિત સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. વાધેશ્વરી માતાજી મંદિર પરિસર ખાતે બિરાજમાન શ્રી અન્નપૂર્ણા માતાજી નાં ૨૧ દિવસીય આયોજિત શ્રી અન્નપૂર્ણા મહોત્સવ દરમિયાન રોજે રોજ આયોજિત કરવામાં આવતાં વિવિધ મનોરથો નાં દશૅન પ્રસાદ માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સહ પરિવાર સાથે ઉપસ્થિત રહી માતાજીના આશિર્વાદ પ્રાપ્ત કરી વિશ્વ કલ્યાણની કામના વ્યક્ત કરી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/