fbpx
ગુજરાત

જિલ્લા એલસીબીએ આણંદના ખંભાતમાં મેન્ટેનન્સ સર્વેયરને લાંચ લેતા રંગે હાથે પકડ્યા

આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં આવેલ સીટી સર્વે કચેરી ટેકનિકલ વિભાગ રૂમ નંબર ૮ બીજા માળે તાલુકા સેવા સદનમાં ફરજ બજાવતો આરીફખાન પઠાણ ઇન્ચાર્જ મેન્ટેનન્સ સર્વેયર-૨, સીટી સર્વે કચેરી, તાલુકા સેવા સદન-ખંભાત, રેગ્યુલર પોસ્ટીંગ મેન્ટેનન્સ સર્વેયર, તારાપુર, વર્ગ-૩ને આણંદ એલસીબીએ રૂપિયા ૩૫૦૦ની લાચ લેતાં રંગે હાથે ઝડપી પાડ્યો છે. બોરસદના નાપા તળપદ ગામમાં આવેલા રાઠોડ વાળા ફળિયામાં હુસૈની મસ્જિદ પાસે રહેતો આરીફખાન મુસ્તુફાખાન પઠાણ સીટી સર્વે કચેરી તાલુકા સેવાસદન ખંભાત ખાતે ઇન્ચાર્જ મેન્ટેનન્સ સવેયર તારાપુર વર્ગ-૩માં ફરજ બજાવતો હતો. તે દરમિયાન આ કામના ફરીયાદીએ ખંભાત ખાતે ઝંડા ચોક, લાલાજીની પોળ પાસે આવેલ આશરે ૨૨૦ ચોરસ ફૂટ જેટલી ખુલ્લી જમીન જેનો સીટી સર્વે નં-૨/૭૭૧ની રૂ. ૯૯,૫૦૦માં ખરીદ કરેલ. જેનો દસ્તાવેજ નં. ૨૫૪૮/૨૦૨૨નો ખંભાત સબ-રજીસ્ટ્રાર કચેરી ખાતે નોંધાયેલ હતો.

ત્યારબાદ ફરીયાદીએ સદર દસ્તાવેજ આધારે સીટી સર્વે કચેરી, ખંભાત ખાતે ફેરફાર નોંધ તથા પ્રોપર્ટી કાર્ડમાં નામ દાખલ કરવા માટે ગઇ તા. ૨૯/૦૯/૨૦૨૨ના રોજ અરજી કરી હતી. કર્મચારી આરીફ ખાન પઠાણે ફરીયાદીનો ટેલીફોનીક સંપર્ક કરી તેઓની અરજી રીજેક્ટ થયેલ હોવાનું જણાવતા ફરીયાદી ગઇ તા. ૦૪/૧૧/૨૦૨૨ ના રોજ તેઓની કચેરી ખાતે રૂબરૂ મળતાં ત્યારે કર્મચારી આરીફખાન પઠાણે ફરીયાદી પાસે સીટી સર્વે કચેરીમાં ફેરફાર નોંધ કરવા માટે રૂ. ૨૫૦૦ થી રૂ. ૩૦૦૦ સુધીનો ખર્ચ થશે તેમ જણાવી લાંચની માંગણી કરી હતી . પરંતુ, ફરીયાદી આ લાંચના નાણા આપવા સહમત થયો નહતો અને સમય થવા છતાં પણ ફરીયાદીનું કામ ન થતા ફરીયાદી ફરીથી ગઇ તા. ૨૦/૧૨/૨૦૨૨ ના રોજ કર્મચારી આરીફ ખાન પઠાણની કચેરી ખાતે તેઓને મળવા ગયો હતો. પોતાના કામ સંબંધે વાત કરતા આરીફ ખાને અગાઉ ફરીયાદી પાસે કરેલ લાંચની માંગણી અનુસંધાને તમામ ખર્ચા સાથે રૂ. ૩૫૦૦ આપવાની વાત કરતાં આરીફ ખાન આ લાંચના નાણા લેવા માટે સહમત થયો હતો.

ફરીયાદી આ લાંચના નાણા આક્ષેપિતને આપવા ઇચ્છતા નહોતા. તેઓએ આણંદ એસીબી કચેરી ખાતે રૂબરૂ જઈ ફરીયાદ આપતા આણંદ એલસીબીએ બે રાજ્ય સેવક પંચો, ખેડા એલસીબી પો.સ્ટે., નડીયાદના રેડીંગ પાર્ટીના સભ્યોને સાથે રાખી તથા સરકારી ઓડીયો રેકોર્ડરનો ઉપયોગ કરી ગોઠવ્યા હતાં. લાંચના છટકા દરમ્યાન કર્મચારી આરીફખાન પઠાણને ફરીયાદી સાથે પંચ- ૧ની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા સ્વીકારી રંગે હાથે ઝડપી પાડ્યો હતો. આ ટ્રેપ અધિકારી એમ.એલ.રાજપુત, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટે., આણંદ તથા ખેડા એ.સી.બી. પો.સ્ટે., નડીયાદની ટીમ સુપરવિઝન અધિકારી કે. બી. ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ, અમદાવાદ દ્વારા કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/