fbpx
ગુજરાત

વડોદરામાં ૧૦ કરોડની છેતરપિંડી કરી તાન્ઝાનિયા ભાગી ગયેલ કલરવ પટેલ ૧૫ વર્ષે મુંબઇ એરપોર્ટથી ઝડપી લીધો

વડોદરામાં વર્ષ ૨૦૦૭માં ત્રણ માસમાં ડબલ રૂપિયાની લાલચ આપી ૧૫૦૦ જેટલા લોકોના ૧૦ કરોડ રૂપિયાની ઉચાપત કરી તાન્ઝાનિયા ભાગી ગયેલા આરોપી કલરવ પટેલને પોલીસે મુંબઇ એરપોર્ટથી ઝડપી લીધો છે. ‘કાનૂન કે હાથ બહુત લંબે હોતે હૈ’ આ ડાયલોગ ઘણા બધાએ સાંભળ્યો હશે. પરંતુ તેને વડોદરાના ક્રાઇમ બ્રાન્ચે સાબિત કરી બતાવ્યો છે. વડોદરામાં વર્ષ ૨૦૦૫માં કલરવ વિનોદભાઇ પટેલ (રહે. અમરાવતી સોસાયટી, ગોત્રી રોડ, વડોદરા)એ અલકાપુરીના આર.સી. દત્ત રોડ પર આવેલ પ્રિમીયર ચેમ્બર્સમાં વાઇઝ એડવાઇઝ નામની ફાયનાન્સ કંપની શરૂ કરી હતી. જેમાં ત્રણ મહિનામા રૂપિયા ડબલ કરવાની સ્કીમ બનાવી લોકોને લાખો રૂપિયાની રકમનું મૂડીરોકાણ કરાવ્યું હતું અને તે રૂપિયા પરત પણ કર્યા હતા.

જ્યાર બાદ કલરવ પટેલે જુલાઇ ૨૦૦૬માં કંપનીનું નામ બદલી સ્માર્ટ કેશ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન કરી ઓક્ટોબર ૨૦૦૬માં દિવાળી સ્પેશ્યલ નામની નવી સ્કીમ મુકી ત્રણ મહિનામાં રૂપિયા ડબલ ઉપરાંત ૨૫ ટકા બોનસ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. તેમજ રીકરીંગ સ્કીમ, પેન્શન પ્લાન, વિન્ટર પ્લાન સ્કીમમાં નાણા રોકાણ કરનારને ત્રણ ગણા નાણા આપવાની સ્કીમ બનાવી તે સ્કીમમાં ૧૫૦૦ જેટલા સભાસદો પાસેથી અંદાજે ૧૦ કરોડ જેટલી રકમ એકત્ર કરી ફરાર થઇ ગયો હતો. આરોપી કલરવ પટેલે લોકોને રૂપિયા પરત ન કરવા પડે તે માટે ૧૭ જાન્યુઆરી ૨૦૦૭ના રોજ રોકાણકારોને મેસેજ કર્યો હતો કે, પોતે પૈસા સાથે પકડાઇ ગયો છે. તેને દિલ્હી લઇ જવામાં આવી રહ્યો છે. મેટર સિરિયસ છે. તમામ કાળજી રાખજાે. આવો જીસ્જી મોકલી કલરવ પટેલ વડોદરા છોડી ફરાર થઇ ગયો હતો. જેથી આ મામલે કલરવ પટેલ સામે વર્ષ ૨૦૦૭માં ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં કલરવ પટેલ સામે ફરિયાદ નોંધાયા બાદ તેની સામે રેડ કોર્નર નોટિસ તેમજ લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. તેમજ તેની શોધખોળ જારી રાખવામાં આવી હતી. દરમિયાન આરોપી કલરવ પટેલ તાન્ઝાનીયા દેશમાં રહેતો હોવાની બાતમી મળી હતી. જેથી તેને ભારત પરત લાવવા માટે વડોદરા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન કલરવ પટેલ તાન્ઝાનીયાથી વિમાનમાં ભારત આવવા માટે રવાના થયો હોવાની માહિતી મળતા સવારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ મુંબઇ એરપોર્ટ જવાના રવાના થયા હતા.

તેમજ મુંબઇ એરપોર્ટ ઓથોરિટીના ઇમીગ્રેશનના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહ્યા હતા. કલરવ પટેલ મુંબઇ એરપોર્ટ પર ઉતરતા જ ઇમીગ્રેશનના અધિકારીઓની મદદ લઇ તેને ઝડપી લેવામાં આવ્યો હતો. અને આમ છેલ્લા ૧૫ વર્ષથી ત્રણ મહિનામાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી સેંકડો વડોદરાવાસીઓને છેતરી ફરાર થયેલ કલરવ પટેલને દબોચી લેવામાં આવ્યો હતો.વડોદરા ક્રાઇમ બ્રાન્ચ આરોપી કલરવ પટેલને વડોદરા લઇ આવી છે અને તેનો કોરોના રિપોર્ટ કરી આ ગુના અંગે વધુ પૂછપરછ માટે કાર્યવાહી શરૂ કરી છે. કલરવ તાન્ઝાનિયા કેવી રીતે પહોંચ્યો, કોણે તેની મદદ કરી, ત્યાં આટલો વર્ષો શું કર્યું સહિતની વિગતો આગામી દિવસોમાં બહાર આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/