fbpx
ગુજરાત

અમદાવાદના ૨ શખ્શોએ કલોલના વેપારી પાસેથી ૭.૨૬ લાખનો માલ લીધો, લઈને ફરાર થયા

અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં રહેતા બે ગઠિયા કલોલ તાલુકાના કારોલી ગામમાંથી વેપારી પાસેથી રૂપિયા ૭.૨૬ લાખના મસાલાને ખરીદી કરી પલાયન થઈ ગયા હોવાનો છેતરપિંડીનો બનાવ સાંતેજ પોલીસ મથકમાં નોંધાયો છે. બે તબક્કામાં મરચું હળદર ધાણાજીરું અને ગરમ મસાલાનો ૩૩૭૮ કિલો જથ્થો ખરીદ કરી વેપારીને ચેક આપ્યા હતા. પરંતુ ચેક પરત કર્યા હતા વેપારીએ તપાસ કરતા બંને ગઠિયાઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી તેમની સાથે છેતરપિંડી થયું હોવાનો ખ્યાલ આવ્યો હતો. છેતરપિંડીના બનાવ અંગે અમદાવાદના ન્યુ રાણીપમાં રહેતા વેપારી વિનોદભાઈ પટેલે સાંતેજ પોલીસ મથકમાં હાર્દિક પ્રજાપતિ અને ફકરૂદ્દીન મોહમ્મદ અનસારી રહે.હીરાવાડી અમદાવાદ સામે ફરિયાદ નોંધાવી છે. તેના આધારે પોલીસે ગઠિયાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ બે દિવસ સુધી ગઠિયાનો કોઈ પતો લાગ્યો નથી.

કલોલ તાલુકાના કારોલી ગામે કલ્પતરુ પેપર મીલ કમ્પાઉન્ડમાં કર્ણાવતી મસાલા નામની કંપની ધરાવતા વિનોદભાઈ પટેલના કર્મચારી હાર્દિક પ્રજાપતિએ ફોન કરી મસાલાનો જથ્થો ખરીદવા માટે વાત કરી હતી. તે પછી હાર્દિક પ્રજાપતિ અને ફકરૂદ્દીન મોહમ્મદ અનસારી બંને શખ્સો કર્ણાવતી મસાલાની કંપનીમાં આવ્યા હતા. અને મસાલાનો ભાવ તાલ નક્કી કર્યો હતો. તે પછી દળેલું મરચું, દળેલી હળદર, દળેલું ધાણાજીરું અને ગરમ મસાલાના જુદા જુદા પેકેટ તૈયાર કરાવી કુલ ૩૩૭૮ કિલો મસાલાનો જથ્થો બે તબક્કામાં ખરીદી કર્યો હતો. તેના પેમેન્ટ સામે હાર્દિક અને ફકરુદ્દીને વેપારી વિનોદભાઈ પટેલને સહી કરેલા કોરા ચેક આપ્યા હતા. દરમિયાન બંને ગઠીયા ચેક આપી ઓર્ડર તૈયાર કરાવી વેપારીનો વિશ્વાસ સંપાદન કરાવી કંપનીમાંથી જતા રહ્યા હતા.

અને માલ પહોંચતો કરવા કહ્યું હતું જેથી વેપારી વિનોદ પટેલે ચલણ બનાવી જુદા જુદા પેકેટમાં ૩૩૭૮ કિલો મસાલાનો જથ્થો ટેમ્પો મારફતે મોકલી આપ્યો હતો. તે પછી વેપારી તેમના બેન્ક એકાઉન્ટમાં ચેક કરતા તે બેલેન્સ ન હોવાથી પરત ફર્યા હતા. જેથી વિનોદ પટેલે જ્યાં મસાલા નો માલ ઉતરાવ્યો હતો તે સ્થળે હીરાવાડી ખાતે તપાસ કરતા દુકાનો બંધ જાેવા મળી હતી તપાસ કરતા બંને ગઠીયા દુકાનોને તાળા મારી રફુચક્કર થઈ ગયા હોવાની વિગતો સામે આવી હતી. બંને ગઠીયાના મોબાઇલ ફોન પણ બંધ આવતા હોવાથી તેમને અંદાજ આવી ગયો કે તેમની સાથે છેતરપિંડી આચરી હાર્દિક પ્રજાપતિ અને ફકરૂદ્દીન અનસારી પલાયન થઈ ગયા છે જેથી વેપારી વિનોદ પટેલે સાંતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/