fbpx
ગુજરાત

પાટણનાં ગંજબજારની પેઢીએ ખેડૂતને તેનાં માલનાં રૂપિયા ન આપ્યા, ખેડૂતે પોલીસ ફરિયાદ કરી

પાટણ શહેરનાં નવાગંજ (સરદારગંજ બજાર)માં આવેલી એક પેઢીમાં એક ખેડૂતે તેની ખેતીની ઉપજનાં માલ હરાજીમાં વેચેલો જેનાં રૂા. ૪,૦૫,૬૬૦ની રકમ આ પેઢી દ્વારા ખેડૂતને નહીં આપી અને પેઢીનાં ખોટા બેંક એકાઉન્ટનાં ચેકો આપી ખેડૂત સાથે છેતરપીંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ ખેડૂતે પાટણ બી-ડીવીઝન પોલીસ મથક ખાતે નોંધાવી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ ચાણસ્મા ખાતે રહેતા ખેડૂત અમૃતભાઇ ચતુરભાઇ પટેલે તેમની ખેતીની ઉપજને હંમેશાંની જેમ પાટણના ગંજમાં વેચતા હોવાથી માર્ચ ૨૦૨૨માં અત્રેની એક પેઢીમાં તા. ૭/૩, ૮/૩ અને ૧૦/૩/૨૨ એમ ત્રણ દિવસ સળંગ ૪,૦૫,૬૬૦નો ૬૫ કિવન્ટલ રાયડાનો માલ વેચ્યો હતો.

આ માલની હરાજી વખતે ગંજબજારમાં ભારે ભીડ હોવાથી ઉપરોક્ત પેઢીનાં વ્યક્તિ મનીષભાઇ ને ઇન્દ્રજીતભાઇએ તેમને તેમનાં પૈસા બાદમાં આપી જવાનું કહેતા અમૃતભાઇ ઘેર ગયા હતા ને ફરીથી બીજા દિવસે પરત પાટણ આવી પેઢી ખાતે આવી ને તપાસ કરતાં પેઢી પર બંને ભાઇઓમાંથી કોઇ મળ્યું નહોતું. એ પણ ખેડૂતે ફરી બીજા દિવસે આવીને પૈસાની વાત કરતાં પેઢીનાં માલિકે બંને ભાઇને કહેલ કે, ખેડૂતનાં પૈસાની આ રીતે ઉચાપત ન કરાય. ખેડૂતનાં માલનાં પૈસા તુરંત આપી દેવા પડે એટલે દબાણ થતાં થયેલ દિવસ પછી આવવાનું કહેતાં ખેડૂત ફરી જતાં પેઢીમાંથી રૂા. ૨.૦૫,૬૬૦ તથા રૂા. ૨,૦૦,૦૦૦નો પાટણ નાગરિક બેંકનો ચેક તા. ૨૨-૪-૨૨નો આપેલો. એ એક ખેડૂતે પોતાનાં બેંક ખાતામાં ભરતાં તે બંને ચેક બેલેન્સ ન હોવાનાં કારણે પાછા આવ્યા હતા. એ પછી તેમણે વારંવાર ઉઘરાણી કરતાં તેમની સાથે છેતરપીંડી થયાનું જણાતાં તેમણે ફરીયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી ૪૦૬/૪૨૦/૧૧૪ મુજબ બે સામે ગુનો નોંધ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/