fbpx
ગુજરાત

સુરતના વરાછાની ધ્રુવી જસાણીએ નાસા યુનિવર્સિટીમાં  સ્થાન પ્રાપ્ત કર્યું , શિક્ષણમંત્રી પ્રફુલ પાનસુરીયા એ કર્યુ સન્માન

વિશ્વની વિખ્યાત વૈજ્ઞાનિક બનવા માટેની નાસા યુનિવર્સિટીમાં સુરતની દીકરી પસંદગી પામી છે. સુરતના વરાછાની ધ્રુવી જસાણી આખરી મહેનત કરીને અમેરિકાની નાસા યુનિવર્સિટીમાં સિલેક્શન પ્રાપ્ત કર્યું છે. સમગ્ર દેશમાંથી માત્ર બે વિદ્યાર્થીએ જ નાસામાં સિલેક્શન મેળવ્યું છે. તેમાં એક સુરતની ધ્રુવી જસાણી છે. જેને લઇ સુરત અને ગુજરાતને આંતરરાષ્ટ્રીય ફલક પર ગૌરવ અપાવ્યું છે. ધ્રુવીની આ સિદ્ધિને લઈ ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા પણ તેમને શુભેચ્છા આપવા તેના ઘરે પહોંચ્યા હતા.ધ્રુવીના પિતા હેન્ડલૂમનું કામ કરે છે જ્યારે માતા હાઉસવાઈફ છે. ભારત દેશમાં પ્રતિભાઓની કમી નથી અને આજનું યુવાધન દેશનું નામ સમગ્ર વિશ્વમાં ફેલાવી રહ્યા છે. ત્યારે આવી એક સુરતની દીકરીએ સમગ્ર દેશનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર રોશન કર્યું છે. આ સાથે સુરત અને ગુજરાતને વિશેષ ગૌરવ અપાવ્યું છે.સુરતના વરાછા વિસ્તારમાં આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટીમાં રહેતી અને મધ્યમ વર્ગ માંથી આવતી ધ્રુવી જસાણીએ નાસા યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યું છે. અમેરિકાની નાસા યુનિવર્સિટીમાં ધ્રુવી જેસાણીને એડમિશન મળતા આજે સમગ્ર દેશને અને સાથે સુરતને વિશેષ ગૌરવ આપવ્યું છે. ધ્રુવી જશાણીએ જણાવ્યું હતું કે ૧૨ સાયન્સ કર્યા બાદ સતત વિજ્ઞાનના વિષયમાં સતત મહેનત કરતી હતી. વિજ્ઞાન માં જુદી જુદી રીતે સંશોધન કરવાનું ખૂબ જ પસંદ હતું. અવારનવાર કોઈને કોઈ વિષય પર વિવિધ સંશોધન કર્યા કરતી હતી.

વૈજ્ઞાનિક બનવાનો મને નાનપણથી શોક હતો. એક બીજી વસ્તુ માંથી પ્રયોગ કરીને અવનવું પ્રયોગ કરવાનો મને ખૂબ જ પસંદ પડતું હતું. જેને લઇ તપાસ કરતા વૈજ્ઞાનિક ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા નાસા યુનિવર્સિટી વિશ્વની સૌથી મોટી રિસર્ચ યુનિવર્સિટી છે. તેમાં એડમિશન મેળવવું ખૂબ જ આખુ છે. એટલે ૧૨ સાયન્સ પછી મારું સપનું હતું કે નાસા યુનિવર્સિટીમાં એડમિશન મેળવી વૈજ્ઞાનિક બની શકું. સુરતની ધ્રુવી જસાણી નાસામાં એડમિશન મેળવવા ખૂબ જ આકરી મહેનત અને પરીક્ષા પસાર કરીને પહોંચી છે. ધ્રુવીએ નાસાની એપ્લિકેશનમાં ઓનલાઈન અભ્યાસ કરીને સૌથી કપરી કહી શકાય એવી ચાર ચાર પરીક્ષાઓ પાસ કરી હતી.સૌથી પહેલી પરીક્ષામાં ૩૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ જાેડાયા હતા અને ચોથી પરીક્ષા આવતા આવતા માત્ર ૩૦૦ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા. જાેકે પરીક્ષા પૂર્ણ થતાં આપણા દેશમાંથી માત્ર બે જ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા.અને જેમાંથી એક યુવક પંજાબનો રેહવાસી અને બીજી સુરતની દીકરી ધ્રુવી જસાણી હતી. દેશ લેવલની વાત કરીએ તો માત્ર એક જ દીકરી પ્રથમ આવી અને વિશ્વ લેવલે અગ્રેસર એવી નાસા યુનિવર્સિટીમાં સ્થાન પામ્યું હતું.હવે તે આગામી દિવસોમાં અમેરિકા ખાતે નાસામાં જશે. ધ્રુવીએ જે સિદ્ધિ હાંસલ કરી છે તેમાં જે સ્પેસ યાત્રીઓ અવકાશમાં જતા હોય છે

ત્યારે તેઓને કઈ રીતે વિશેષ સુવિધાઓ પુરી પાડવાની હોય છે તે માટેની ઉપલબ્ધી હાંસલ કરી હતી.જેમાં અવકાશ યાત્રી ઓ અનેક મહિનાઓ સ્પેસમાં પસાર કરે છે અને સુવિધાઓ ન મળવાથી જે સંશોધનો કરવાના હોય તે પૂર્ણ થઈ શકતા નથી. જે માટેની નવી જ રીતે શોધી કાઢતા હવે અનેક ઉપલબ્ધી મળી શકશે. ધ્રુવીને આ ઉપલબ્ધિ સાથેની સિદ્ધિના રિસર્ચ ને લઈ નાસા યુનિવર્સિટીએ તેનું સિલેક્શન કરી લીધું હતું. વરાછાની ધ્રુવી જસાણી ખૂબ જ સામાન્ય અને મધ્યમ વર્ગ પરિવાર માંથી આવે છે. ધ્રુવી ના પિતા વરાછામાં નાના પાયે હેન્ડલુમ નું કામ કરે છે અને માતા ઘરકામ કરીને પરિવારનું ગુજરાત ચલાવે છે. દીકરીની નાનપણનું સપનું વૈજ્ઞાનિક બનવા તરફનું પૂર્ણ થતું જાેવા મળતા પરિવારમાં ખૂબ જ ખુશી જાેવા મળી છે.

પરિવાર આજે દીકરીના નામથી ગૌરવ અનુભવી રહ્યું છે. સુરતની દીકરીએ સમગ્ર દેશનું નામ રોશન કરતા ગુજરાત રાજ્યના રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા ધ્રુવીના ઘરે પોહચ્યા હતા. પ્રફુલ પાનશેરીયાએ દીકરીને અભિનંદન પાઠવ્યા હતા.ધ્રુવીને શાલ ઓઢાડી અને ગુલદસ્તો આપી સન્માનિત કરી હતી. તેમની નવી કારકિર્દી વિશે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. દીકરીને સિદ્ધિ વિશે પ્રફુલ પાનશેરીયા જણાવ્યું હતું કે એક માધ્યમ વર્ગ માંથી આવતી દીકરીએ અદભુત સિદ્ધિ હાંસલ કરી છે.ધ્રુવીના પિતા હેન્ડલુમના વ્યવસાય સાથે સંકલયેલ છે અને માતા ઘર કામ કરે છે.માત્ર શિક્ષા એ જ જીવન નો લક્ષ્ય સમજીને ધ્રુવી નાસા માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેને લઈ ધ્રુવી બીજા માટે એક ઉત્તમ ઉદાહરણ છે. આ સાથે ધ્રુવી આગામી દિવસોમાં ખૂબ આગળ વધે અને દેશની અન્ય યુવતીઓ પણ આમાંથી પ્રેરણા લે અને આગળ વધે તેવો સંદેશો પાઠવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/