fbpx
ગુજરાત

ઠાસરાના ડાકોર-કપડવંજ રોડ પર ૧૪.૪૮ લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઠાસરા પોલીસે ઝડપી લીધો

ઠાસરાના ડાકોર-કપડવંજ રોડ પર ચંદાસર પાસે હોટલના પાર્કીગમાથી પાયલોટીગ કરતી કાર અને ટ્રકમાંથી રૂપિયા ૧૪.૪૮ લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઠાસરા પોલીસે ઝડપી લીધો છે. દારૂનું કટિંગ થાય તે પહેલા જ પોલીસે દારૂનો જથ્થો ઝડપી લીધો છે. આ બનાવમાં પોલીસે એક પરપ્રાંતીય શખ્સની અટકાયત કરી છે. સાથે દારૂનો જથ્થો મોકલનાર સહિત સ્થાનિક બુટલેગર મળી કુલ ૭ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે દારૂ સાથે કુલ રૂપિયા ૨૩ લાખ ૫૮ હજાર ૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઠાસરા પોલીસના માણસોને ચોક્કસ બાતમી મળી હતી કે, ચંદાસર ગામની સીમમાં રાજસ્થાનની એક ગેંગ ડુપ્લીકેટ દસ્તાવેજ બનાવી તે દસ્તાવેજના આધારે ગુજરાતમાં મોટી માત્રામાં દારૂ ઘૂસાડી રહ્યો છે.

આથી પોલીસે આ બાતમીના આધારે દિલ્હી પાર્સિંગની એક ટ્રક ખેડા જિલ્લાના ડાકોર કપડવંજ રોડ પર ચંદાસર ગામની સીમમાં આવેલ તુલસી હોટલના પાર્કિંગમાં રહેલી છે. જેથી ઠાસરા પોલીસના માણસો અહીંયા આવ્યા હતા. જાેકે પોલીસને દુરથી જાેઈ ત્યાં વાતચીત કરી રહેલા બુટલેગરો તેમજ વાહન ચાલકોમાં નાસભાગ મચી જવા પામી હતી. હાજર બુટલેગરો તેમજ વાહનચાલકો ખેતરાળુ રસ્તા રહી રાત્રીના અંધારામાં ફરાર થઈ ગયા હતા. જાેકે આ બનાવમાં એક પરપ્રાંતિય શખ્સ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આ વ્યક્તિનુ નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ નેપાલસિંહ બોદનસિહ શેખાવત (રહે.સંથાલપુર, જિ.અલવાર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું છે. પોલીસે અહીંયા થી પાયલોટિંગ કરતી કાર નંબર (જીજે ૦૯ બીજી ૮૬૧૧)ને ઝડપી લીધી હતી. તો વળી આ પાર્કિંગમાં પાર્ક કરેલી દિલ્લી પાર્સિંગ ની ટ્રક નંબર (ડીએલ જીસી ૬૩૬૬)મા ઝડપાયેલા વ્યક્તિને સાથે રાખી તપાસ આદરતા તેમાથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે જાેઈ ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી.

પોલીસે પંચોને બોલાવી મળી આવેલા દારૂની ગણતરી કરતાં કુલ ક્વાટર નંગ ૧૭૦૪૦ કિંમત રૂપિયા ૧૪ લાખ ૪૮ હજાર ૪૦૦નો મળી આવ્યો હતો. આટલી જંગી માત્રાનો દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં ઝડપાયેલા વ્યક્તિની પૂછપરછ કરતા તેણે આ દારૂનુ કોઈ ચોક્કસ સ્થળે નજીકમાં કટીંગ કરવાનું હતું અને આ દારૂનો જથ્થો સ્થાનિક બુટલેગર વિષ્ણુ ઉર્ફે ટીકો ચીમનભાઈ જાદવ (રહે.આગરવા, તા.ઠાસરા) અને અરવિંદ ઉર્ફે ટીનો અંબાલાલ ચાવડા (રહે.વિસનગર,તા. ઠાસરા)એ મંગાવ્યો હતો.

પોલીસે આ બનાવમાં બે વાહન તથા ઝડપાયેલા વ્યક્તિ પાસેથી બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા રૂપિયા ૨૩ લાખ ૫૮ હજાર ૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂ ક્યાંથી મોકલાવવામાં આવ્યો હતો તેમજ ફરાર થનાર ઈસમોના નામઠામ પુછતાં નિલેશ ઉર્ફે નીતિન મહેશભાઈ જયસ્વાલ (રહે.ઈન્દોર, મધ્યપ્રદેશ) અને દિનેશ મગનલાલ કલાલ એ મોકલી આપ્યો હતો. આ ઉપરાંત આઇસર ગાડીનો ચાલક તેમજ અન્ય એક આરોપી મળી કુલ સાત વ્યક્તિઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/