fbpx
ગુજરાત

અમદાવાદમાં મોટી લુંટ થતા પહેલા આરોપિઓને પોલીસે ઝડપી લીધા

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ગ્રાહકના સ્વાંગમાં શખસે સોનીની દુકાનમાં લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, સોનીની સમય સૂચકતાથી સિક્યુરિટી સાયરન વાગતા લોકોએ પકડી પાડ્યો હતો. જાેકે, સમયસર પોલીસ આવી જતાં લોકોએ પકડીને આરોપીને પોલીસને સુપરત કર્યો હતો. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના નવા નરોડા વિસ્તારમાં શિવાજી ચોકપાસે અમીધારા સોસાયટીમાં રહેતા અને બાપા સીતારામ ચોક પાસે બી પૃથ્વી કોમ્પલેક્ષમાં નીલમ ગોલ્ડ પેલેસ નામથી સોના-ચાંદીની દુકાન ધરાવતા કૌશિક વિક્રમભાઇ પટેલ (ઉ.વ.૨૬) કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોબલનગર વોટર પ્લાન્ટ પાસે રહેતા વિજયકુમાર ગુરુપ્રસાદ કોરી સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી સવારે દુકાને આવ્યો હતો અને સોનાની વિંટી પસદ કરીને બાજુમાં મુકાવીને આવતીકાલે પત્નીને લઇને આવીશ તેવી વાત કરીને જતો રહ્યો હતો.

જાેકે બીજા દિવસે સવારે તે દુકાને આવ્યો હતો અને પત્ની આવે છે કહીને સોફા ઉપર બેસીને ફોન ઉપર વાતો કરતો હતો, ગ્રાહકો ગયા બાદ સોનીએ પૂછ્યું કે તમારી પત્ની ક્યારે આવશે. જાેકે, તે સમયે જ આરોપીએ સોની સાથે મારામારી કરીને આંખમાં મરચું નાખી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સોનીએ દુકાનનો દરવાજાે બંધ કરીને સિક્યુરિટી સાયરન વગાડતાં બન્ને અંદર પૂરાઇ ગયા હતા. આરોપીએ સોનીને છરો બતાવીને દુકાન ખોલવાનું કહીને મારી નાંખવાની ધમકી આપી હતી. બીજી તરફ સાયરનના અવાજથી દુકાન બહાર લોકોના ટોળા એકઠા થયા હતા. જાેગાનું જાેગ પોલીસ આવી જતાં આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ એક દિવસ અગાઉ પણ શહેરમાં લૂંટની ઘટના બની હતી.

જેમાં શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા સરદાર એપાર્ટમેન્ટના પાછળના રોડ પર આંગડિયા પેઢીના કર્મચારી પર અજાણ્યા શખસે હવામાં ફાયરિંગ કરી અંદાજિત રૂપિયા ૨૯ લાખની લૂંટ આચરી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં આંગડિયા પેઢીના કર્મચારીને માથાના ભાગે ઇજા પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, રામેશ્વર એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીનો કર્મચારી ૨૯ લાખ રૂપિયા ભરેલી બેલ લઇ જમાલપુર એપીએમસી માર્કેટથી રતનપોળ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન સરદાર એપાર્ટમેન્ટના પાછળના રોડ પર અજાણ્યા શખસે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું અને આંગડિયા પેઢીના કર્મચારી પર પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં આંગડિયા પેઢીના કર્મચારીને માથાના ભાગે ઇજા પહોંચી હતી.

જે બાદ આરોપી ૨૯ લાખ રૂપિયા ભરેલી બેગ લઇને ફરાર થઈ ગયો હતો. જાેકે, લૂંટની ઘટનાની જાણ થતા ડ્ઢઝ્રઁ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇ પોલીસ તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન સમગ્ર ઘટનાના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ પોલીસને હાથ લાગ્યા હતા. તો હાલ સીસીટીવીના આધારે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે વેપારીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. આ અગાઉ ૬ જાન્યુઆરીએ લીંબડી-અમદાવાદ હાઈવે પરથી ચાલુ આઈસરમાંથી ચોરીનો બનાવ બન્યો હતો.

ચાલુ આઈસરમાંથી રૂ.૧.૦૭ કરોડના માલસામાનની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા, જેના સીસીટીવી સામે આવ્યા હતા. બાઈકમાં આવેલા બે શખ્સ ચોરી કરતા સીસીટીવી ફૂટેજમાં જાેવા મળતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બે બાઇકસવારે લોક અને સીલ તોડી માલ તફડાવતા એલસીબી, એસઓજી સહિત પોલીસની વિવિધ ટીમોએ તસ્કરોની ગેંગને ઝબ્બે કરવા કવાયત હાથ ધરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/