fbpx
ગુજરાત

ગાંધીનગરમાં વારંવારની શારીરિક છેડતીથી ત્રસ્ત મહિલાએ કામાંધ શખ્સનો ભાંડો ફોડી સેકટર – ૭ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરના વાવોલ સિદ્ધાર્થ રેસિડેન્શિ રોયલ – ૨ બંગલોમાં રહેતો શખ્સ દ્વારા છેલ્લા ઘણા સમયથી મૂક બધિર મહિલાની શારીરિક છેડતી કરવામાં આવતી રહેતી હતી. ત્યારે મૂક બધિર મહિલાની ચુપકીદી નો લાભ ઉઠાવી શખ્સ બેફામ બની ગમે ત્યારે હાથ પકડી લેતો હતો. આખરે વારંવારની શારીરિક છેડતીથી ત્રસ્ત મહિલાએ ઇશારાથી નણંદને આપવીતી વર્ણવી કામાંધ શખ્સનો ભાંડો ફોડી નાખવામાં આવતા સેકટર – ૭ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરના વાવોલ ખાતે રહેતી પીડિત મહિલાની નણંદે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમને છેલ્લા એક વર્ષથી બન્ને કિડની ફેઇલ થયેલ અઠવાડીયામાં ત્રણ વાર ગાંધીનગર સિવિલ હોસ્પીટલ ખાતે ડાયાલીસીસ કરાવવા જવું પડતુ હોય છે. જેનાં કારણે મૂક બધિર ભાઈ ભાભી ઘરકામમાં મદદરૂપ થવા સારું તેમની સાથે રહેવા આવ્યા છે. જેઓને સંતાનમાં બે દિકરા છે. મૂક બધિર પીડિતા ઇશારાથી બધું સમજી અને સમજાવી શકે છે. તો ઘણા સમયથી સાથે રહેતાં હોવાથી નણંદ અને તેના પતિ પણ ભાભીની વાત સારી રીતે સમજી જાણી શકે છે. તા. ૨૯/૧૧/૨૦૨૨ નાં રોજ રાબેતા મુજબ સિવિલમાં ડાયાલીસીસ કરાવીને ઘરે પરત આવતા તેના પતિએ કહ્યું હતું કે, ભાભી બાળકો સાથે ગણપતિ બાપાનાં ઉત્સવ વખતે દર્શન કરવા ગયેલા ત્યારે એક શખ્સ તાકીતાકીને જાેયા કરતો હોવાનું કહે છે.

આથી નણંદે વિગતવાર પૂછતાં ભાભીએ ઈશારાથી જણાવેલ કે ઘણી વખતે કપડા સુકવવા માટે ધાબા ઉપર જતી હતી તે વખતે એક શખ્સ પાછળ આવી એકદમ હાથ પકડી છેડતી કરી ભાગી જતો હોય છે. જાે કે પીડિત મહિલાને આ શખ્સ જાેયે ઓળખતી હતી. ત્યારે નવરાત્રિ દરમ્યાન બધા દર્શન કરવા ગયા હતા. જ્યાં બાંકડા પર બેઠેલા શખ્સને પીડિત મહિલાએ ઓળખી બતાવ્યો હતો. જે મામલે રહીશોએ શખ્સને સમજાવી સમાધાનની ફોર્મૂલા અપનાવી હતી. જેથી પીડિતાની છેડતી મામલે જેતે સમયે ફરિયાદ કરવાનું માંડી વાળ્યું હતું. જાે કે શખ્સે તેની કરતૂત ચાલુ રાખતાં આખરે સેકટર – ૭ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/