fbpx
ગુજરાત

સસ્પેન્ડ થઇ ગયેલા GST નંબરો હવે ઓનલાઇન કાર્યરત થઇ જશે?!

ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) દ્વારા નિયત કરવામાં આવેલા તમામ રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ રહેતા વેપારીઓના જીએસટી નંબર સસ્પેન્ડ કરવામાં આવે છે, અને બાદમાં આવા નંબર ચાલુ કરાવવા માટે વેપારીઓને “નેવાના પાણી મોભ ચડે’ છે. પરંતુ હવે વેપારીઓને આ પ્રક્રિયા ઓનલાઇન થઇ જવાથી કચેરીના પગથીયા ઘસવામાંથી મુક્તિ મળી ગઇ છે. એક વખત જીએસટી નંબર સસ્પેન્ડ થઇ ગયા બાદ વેપારીઓ, તેઓના બાકી રહી ગયેલા જીએસટી રિટર્ન ફાઇલ કરી અને તેની સંબંધિત કોપી લઇને જીએસટી કચેરીએ જવું પડતુ હતુ.

જીએસટી અધિકારીઓ વારંવાર ધક્કા ખવરાવવા છતા નંબર પુનઃ ચાલુ કરવામાં અખાડા કરતા હતા. જીએસટી કાઉન્સિલને પણ આ અંગેની ભારે ફરિયાદો સાંપડી હતી. હવે વેપારીઓના જીએસટી નંબર સસ્પેન્ડ થયા હોય તેની પાછળ કારણોની પરિપૂર્તિ કરી અને પેન્ડિંગ રિટર્ન ફાઇલ કરવાથી કોમ્પ્યુટર દ્વારા સંબંધિત જીએસટી નંબરની ક્વેરી પૂર્ણ થઇ જશે અને સસ્પેન્ડ થયેલા જીએસટી નંબર પુનઃકાર્યરત થઇ જશે. જાે કે, બોગસ બિલિંગ, ખોટા ડોક્યુમેન્ટ વડે લેવામાં આવેલા જીએસટી નંબરો સ્થળ ચકાસણીમાં પકડાયા હોય તેવા કિસ્સામાં કોમ્પ્યુટરની એન્ટ્રી અલગ પ્રકારની હોય છે, તેથી આવા સસ્પેન્ડ થયેલા નંબર આપમેળે પુનઃ ચાલુ થઇ શકશે નહીં.

પરંતુ જેન્યુઅન વેપારીઓને “પાડાના વાંકે પખાલીને ડામ’ જેવી સ્થિતિનો સામનો કરવો પડે નહીં તેનો સંપૂર્ણ ખ્યાલ રખાયો છે.આમ આ પ્રક્રિયા ઓનલાઈન થઈ જતા કચેરીના ધક્કામાંથી મુક્તિ મળી છે. જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં ચૂક રહી ગઇ હોય, રહી ગયુ હોય તેવા કિસ્સામાં વેપારીઓના જીએસટી નંબર સસ્પેન્ડ કરવામાં આવે છે. જે રિટર્ન ફાઇલ કર્યા બાદ પુનઃ કાર્યરત થવામાં ખાસ્સો સમય લાગે છે. તેના કારણે વેપારીઓનો નંબર કાર્યરત નહીં હોવાથી તેઓની સાથે અન્ય વેપારીઓ ખરીદ-વેચાણ જેવા વ્યાવસાયિક વ્યવહારો કરવાથી અંતર રાખતા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/