fbpx
ગુજરાત

અંકલેશ્વર GIDC પોલીસે ડીજી જનરેટરમાં ચોરખાનમાંથી લાખોના દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ડીજી જનરેટરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા પીકઅપ ગાડી સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે ડીજી જનરેટરના ચોર ખાનમાં સંતાડી રાખેલો રૂ.૬.૯૧ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાંય બુટલેગર અનેક કિમીયા અજમાવીને અનેક જિલ્લાઓમાં દારૂ ઘુસાડતા હોય છે. ત્યારે અમુક કિમીયાઓમાં બુટલેગરો પોલીસની નજરોથી બચી નહીં શકતા પકડાઈ જાય છે. જીહા, આપણે વાત કરીએ અંકલેશ્વર શહેરના જીઆઈડીસી પોલીસ મથકની તેના પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.જાડેજા તથા અકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા.

તે સમયે માહિતી મળી હતી કે, એક મહારાષ્ટ્ર પાર્સિંગની પીકઅપ વાન ગાડીમાં પાછળના ભાગે ડીજી જનરેટરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવમાં આવે છે. પોલીસ માહિતીના આધારે વાલીયા રોડ ખાતે વોચમાં હતા. તે દરમિયાન વાલીયા તરફથી માહિતીવાળી પીકઅપ વાન ગાડી આવતા તેને રોકી તપાસ કરતા પ્રથમ નજરે તેમાં માત્ર ડીજી જનરેટર હોવાનું નજરે પડતું હતું. જાેકે પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતાં જનરેટરમાં ચોરખાનું બનાવી સંતાડી રાખેલો દારૂની નાની-મોટી બોટલો ૪૮૬૦ કિ,રૂ.૬,૪૮,૦૦૦ અને બિયરના ટીન નંગ ૪૩૨ કિ.રૂ.૪૩, ૨૦૦ કુલ રૂ.૬,૯૧, ૦૦૦, પિકઅપ વાન કિ.રૂ.૨ લાખ અને એક નંગ મોબાઈલ રૂ.૩,૦૦૦ હજાર મળીને કુલ રૂ.૮,૯૪,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પોલીસે પીકઅપ ચાલક નિતેશ મધુભાઈ મુદલીયારની ઝડપી પાડીને એક આરોપી નામે લાલુભાઈને વોન્ટેડ જાહેર કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/