fbpx
ગુજરાત

પંચમહાલના નાનકડા ગામના યુવકે રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો

યુવા મંત્રાલય અને ખેલ મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ અને રાષ્ટ્રીય યુવા સપ્તાહ અનુરૂપ કર્ણાટક રાજ્યના હુબલી-ધારવાડ ખાતે ૨૬મો રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સમગ્ર ભારતમાંથી અને રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના નાનકડા આંબલીખેડા ગામના અને શેઠ પી. ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરામાં અભ્યાસ કરતાં એનએસએસ સ્વયંસેવક દેવેન્દ્રસિંહ ભગવાનસિંહ પરમારે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાનું પ્રતિનિધિત્વ કરી યોગાથોન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને યુથ સમિટમાં ૧૨થી૧૬ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન ભાગ લીધો હતો.

તેણે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાનું રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કર્યું હતું. ડો. રુપેશ નાકર , એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શેઠ પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા, ડો.એમ.બી.પટેલ , પ્રીન્સીપાલ શેઠ પી. ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા, ડો. રમાકાંત પંડ્યા કેમિસ્ટ્રી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ શેઠ પી. ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા, ડો. અજય સોની ઈ. સી. મેમ્બર ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા, ડો. અનિલ સોલંકી રજીસ્ટાર, કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણ , શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા, ડો. નરસિંહભાઈ પટેલ એનએસએસ કો-ઓર્ડિનેટર ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા એ શુભેચ્છાઓ પાઠવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/