fbpx
ગુજરાત

વલસાડમાં બાઈક ચાલક યુવાનને મીની ટેમ્પોએ અડફેટે લેતા કરૂણ મોત નીપજ્યુ

જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર કપડાં લેવા જઈ રહેલા એક બાઈક ચાલક યુવકને મીની ટેમ્પોએ અડફેટે લેતા અકસ્માત સર્જાતા બાઈક ચાલક યુવકનું કરૂણ મોત નીપજ્યુ હતુ. હાલ ધરમપુર પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો છે. આથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવ અંગે ધરમપુર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના ધરમપુરથી ધામણી જતા રોડ પર બીલપુડી મ્ઇજી કોલેજ પાસે છોટા હાથી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યુ હતું. આથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. અકસ્માતમાં મોતને ભેટનાર યુવક મિલનભાઈ રડકિયાભાઈ ગુબડીયા ઉંમર ૧૯ વર્ષ ધરમપુરના ફૂલવાડી ગામનો હતો. જે ધરમપુર કપડા લેવા જઈ રહ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતકના પરિવારને સાંત્વના આપી હતી. અકસ્માત સર્જ્‌યો બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા ધરમપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/