fbpx
ગુજરાત

તસ્કરોએ ફિલ્મોની જેમ દિવાલમાં બાકોરું પાડી ચોરી કરી, ચોંકાવનારા CCTV સામે આવ્યા!

ચીખલીમાં એસટી બસ સ્ટેન્ડની સામે મુખ્યમાર્ગ સ્થિત એક મોબાઇલની દૂકાનની પાછળની દીવાલમાં રાત્રી દરમ્યાન બોકરું પાડી તસ્કરો મોબાઈલ ફોન,એસેસરીઝ અને રોકડ રકમ મળી કુલ્લે રૂ.૨૯.૬૧ લાખની મત્તાની ચોરી જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. શિયાળાની ઠંડીનો લાભ લઈ છોકરાઓને મોકલું મેદાન મારે છે ત્યારે અનેક ચોરીની વારદાત તો નવસારી જિલ્લામાં બની છે. તાજેતરમાં ચીખલીમાં એસટી બસ સ્ટેન્ડની સામે સ્ટેટ હાઇવે શોપિંગ સેન્ટરની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નંબર ૧૭,૧૮ માં મોબાઈલ ફોનની દુકાન છે.

તેમાં રાત્રી દરમ્યાન તસ્કરોએ પાછળથી દીવાલમાં બાકોરું પાડી અંદર પ્રવેશ કરી એપલ, સેમસંગ, વિવો, ઑપ્પો, સાઓમી, નોકિયા, રિયલમી, વનપ્લસ સહિતની કંપનીના કિપેડ અને સ્માર્ટ ફોન, સ્માર્ટ વોચ, બ્લુ ટૂથ,એસેસરીઝ, ટેબલેટ સહિતની રૂ.૨૯,૫૧,૦૦૭/- અને ગલ્લામાં મુકેલ રોકડા રૂપિયા ૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૨૯,૬૧,૦૦૭/-ની મત્તાની ચોરી કરી ફરાર થઇ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સવારના સમયે બાજુમાં બેગ વાળી દુકાનના સંચાલકે પાછળ આંટો મારવા જતા દિવાલમાં બાકોરો જાેતા જાણ ભાટિયા મોબાઇલ દુકાનના સંચાલક ને કરતા સંચાલક સહિત સ્થળ ઉપર આવી દુકાનમાં ચોરી થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને ચીખલી પોલીસને જાણ કર્યા બાદ દુકાનમાં જાેતા સંખ્યાબંધ મોબાઈલ ફોન એસેસરીઝ ગાયબ હોવા સાથે માલસામાન વેર વિખેર જાેવા મળ્યો હતો.

સ્ર્હીઅ ૐીૈજં વેબ સિરીઝની જેમ દિવાલ તોડી પાછળથી ચોરી કરવાનો કીમિયો અપનાવ્યો જેમાં મોબાઇલની દુકાનમાં બાકોરૂ પણ નાનું જ પાડ્યું હતું અને દુકાનની પાછળ આઈટીઆઈના કેમ્પસમાં મોબાઇલ ફોનના બોક્સ પણ તસ્કરોએ સળગાવી દીધા હતા. આ દુકાન બસ સ્ટેન્ડની સામે મુખ્ય માર્ગ ને અડીને આવેલ છે. અને બસ સ્ટેન્ડ પાસે પોલીસ પોઈન્ટ પણ છે બીજી તરફ પોલીસ સ્ટેશન પણ માંડ એકાદ કિ.મી ના અંતરે છે તો હાઇવે પોલીસ ચોકી માંડ અડધા કિલોમીટરના અંતરે છે.ત્યારે પોલીસના રાત્રી પેટ્રોલીંગ ને પણ તસ્કરોએ પડકાર ફેંક્યો હોય તેમ લાગે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/