fbpx
ગુજરાત

કેન્સરગ્રસ્ત બાળકની ડોક્ટર બનવાની ઈચ્છા ઋષિકેશ પટેલે પૂર્ણ કરી

વિશ્વ કેન્સર દિવસની ઉજવણીને ખરા અર્થમાં સાર્થક કરીને લાખો-કરોડો કેન્સરગ્રસ્ત બાળકોનો જુસ્સો વધારીને મનોબળ મજબૂત કરવાના શુભ આશયથી આરોગ્યમંત્રી કલ્પની ડૉક્ટર બનવાની ઇચ્છાપૂર્ણ કરવા અમદાવાદ સિવિલ મેડિસીટીની ગુજરાત કેન્સર રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ પહોંચ્યા. અહીં મંત્રીએ કલ્પને એક દિવસ માટે ડૉક્ટર બનાવીને તેને ડૉક્ટર બનવાની સંપૂર્ણ અનુભૂતિ કરાવવા એપ્રન પહેરાવ્યું. ગળામાં સ્ટેથોસ્કોપ લગાડ્યું. વધુમાં આરોગ્યમંત્રીએ પોતે જ કલ્પ માટે દર્દીની “ભૂમિકા” ભજવી. કલ્પે ડૉક્ટર બનીને ઋષિકેશભાઈને તપાસ્યા. તબીબ જેમ દર્દીનું દર્દ સમજી તેની દવા કરે છે, તે રીતે જ કલ્પે તેમની તપાસ કરી અને દવાનું પ્રિસ્ક્રીપ્શન પણ લખ્યું. બાદમાં આરોગ્યમંત્રી કલ્પને કેન્સર વોર્ડમાં દોરી ગયા અને અન્ય દર્દીઓ સાથે પણ સંવાદ સાધ્યો.

૪ ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી ખરા અર્થમાં સાર્થક કરવા ઋષિકેશ પટેલે “મેક એ વિશ ફાઉન્ડેશન” અને ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (ય્ઝ્રઇૈં)ના માધ્યમથી લ્યુકેમિયાગ્રસ્ત કલ્પની ડૉક્ટર બનવાની ઈચ્છાપૂર્તિ કરી. કલ્પની બાળપણથી જ ઈચ્છા હતી કે તે ડૉક્ટર બનીને ગરીબ દર્દીઓની સેવા કરે. કલ્પની આ ઈચ્છા વિશે આરોગ્ય મંત્રીને જાણ થતા તેઓએ કલ્પની ઈચ્છા પૂર્ણ કરીને તેનો મનોબળ અને જુસ્સો વધારવાનું નક્કી કર્યું.અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ યોગેશભાઈ પટેલને લ્યુકેમિયા (લોહીનું કેન્સર) છે. ૧૦ વર્ષના કલ્પના પરિવારને એક વરસ પહેલા જ ખ્યાલ આવ્યો કે તેમના લાડકવાયા એકના એક દીકરાને કેન્સર છે. મૂળે અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ પટેલની હાલ કિમોથેરાપીની સારવાર ચાલુ છે.

આ પીડાદાયક પળોમાં રાજ્યના આરોગ્યમંત્રી “કલ્પ” માટે જાણે “કલ્પવૃક્ષ” બન્યા.અરવલ્લી જિલ્લાના એક ૧૦ વર્ષીય બાળકને લોહીનું કેન્સર થયું છે. તેની હાલ અમદાવાદ સિવિલ મેડિસીટીની ગુજરાત કેન્સર રીસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં કિમોથેરાપીની સારવાર ચાલુ છે. તેને ડૉક્ટર બનવાની ખૂબ જ ઈચ્છા હતી. તેની જાણ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને થતાં તેઓ તેને મળવા આવી પહોંચ્યા હતા અને તેની ઈચ્છા પૂર્ણ કરાવી હતી. આ બાળ ડૉક્ટર સામે આરોગ્યમંત્રી પોતે દર્દી બન્યા હતા. પોતાની ઈચ્છા પૂર્ણ થતા બાળકમાં એક અલગ જ પ્રકારનો જુસ્સો જાેવા મળ્યો હતો.

સાથે જ આરોગ્યમંત્રીએ બાળકોના કેન્સરના વોર્ડમાં જઈને તેઓનો જુસ્સો વધાર્યો હતો અને કેન્સર સામે મજબૂત લડાઈ લડી ફરીથી સામાન્ય જીવન જીવવા પ્રેરયા હતા. જેમ એક ડૉક્ટર વોર્ડમાં રાઉન્ડ લઈને દર્દીઓને તપાસતા હોય છે, તેમની આરોગ્યપૃચ્છા કરીને સ્વાસ્થય તપાસ કરતા હોય છે, તેમનો જુસ્સો વધારતા હોય છે, તેવી જ રીતે આજે કલ્પના નેતૃત્વ હેઠળ મંત્રી, કેન્સરના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યા, મેક અ વિશ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડૉ. અનીલ ખત્રી સહિતના તબીબો કેન્સરગ્રસ્ત બાળકોના વોર્ડ તરફ આગળ વધ્યા.

કલ્પની સાથે વોર્ડમાં જઈને તેઓએ બાળકો સાથે સંવાદ સાધ્યો, તેમની સાથે સુમેળભર્યો વાર્તાલાપ કર્યો. કલ્પની ઈચ્છાપૂર્તિ થતી જાેઈને કેન્સરના વોર્ડમાં સારવાર મેળવી રહેલા અન્ય બાળકો પણ પ્રોત્સાહિત થયા. કેન્સરગ્રસ્ત બાળકોના ચહેરા પર જાણે જીવનને સકારાત્મક રીતે જીવવાની નવીન આશાઓનું સ્મિત રેળાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/